Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
૧૯
અરૂપી T કોઈપણ કામના પ્રસંગમાં વધારે શોચમાં પડવાનો અભ્યાસ ઓછો કરજો. (પૃ. ૩૧૭) J જે જીવને મોહનીયકર્મરૂપી કષાયનો ત્યાગ કરવો હોય, તે તેનો એકદમ ત્યાગ કરવા ઘારશે ત્યારે કરી
શકશે તેવો વિશ્વાસ ઉપર રહી તેનો ક્રમે ત્યાગ કરવાનો અભ્યાસ નથી કરતો, તે એકદમ ત્યાગ
કરવાનો પ્રસંગ આવ્યે મોહનીયકમના બળ આગળ ટકી શકતો નથી. (પૃ. ૬૭૩) T માયિક સુખની સર્વ પ્રકારની વાંછા ગમે ત્યારે પણ છોડ્યા વિના છૂટકો થવો નથી; તો જયારથી એ વાકય
શ્રવણ કર્યું, ત્યારથી જ તે ક્રમનો અભ્યાસ કરવો યોગ્ય જ છે એમ સમજવું. (પૃ. ૨૪) D અનંતકાળથી જીવને અસત્ વાસનાનો અભ્યાસ છે. (પૃ. ૨૭૮) I અંતર્મુખ થવાનો અભ્યાસ કરો. (પૃ. ૫૧).
યોગનો અભ્યાસ કરી પૂર્ણતાએ તે (લોકઆદિના) સ્વરૂપના જ્ઞાતા થવાનું રાખજો. (પૃ. ૬૪૩) |વીતરાગવૃત્તિનો અભ્યાસ રાખશો. (પૃ. ૩૧) D સંસ્કૃત અભ્યાસ અર્થે અમુક વખતનો નિત્ય નિયમ રાખી પ્રવૃત્તિ કરવી યોગ્ય છે. (પૃ. ૩૫)
હિંદુસ્તાનના લોઢે એક વખત એક વિદ્યાનો અભ્યાસ એવી રીતે છોડી દે છે કે ફરીને તે ગ્રહણ કરતાં તેઓને દાળો આવે છે. યુરોપિયન પ્રજામાં તેથી ઊલટું છે, તેઓ તદન છોડી દેતા નથી, પણ ચાલુ જ રાખે છે. પ્રવૃત્તિના કારણને લઈને તોઓછો અભ્યાસ થઇ શકે એ વાત જુદી. (૫ ૭૮૦)
Pર્ષના અભ્યાસને લીધે જે ઝોકું આવી જાય છે તે પ્રમાદ’. (પૃ. ૭૭૫) 1 ઘણાં શાસ્ત્રો અને વાક્યોનાં અભ્યાસ કરતાં પણ જો જ્ઞાની પુરુષોની એકેક આજ્ઞા જીવ ઉપાસે તો ઘણાં શાસ્ત્રથી થતું ફળ સહજમાં પ્રાપ્ત થાય. સંબંધિત શિર્ષક : વિદ્યા
અરૂપી
1 અરૂપી દશ પ્રકારે તેમજ રૂપી ચાર પ્રકારે કહેલાં છે. ધર્માસ્તિકાય, તેનો દેશ, અને તેના પ્રદેશ; . અધર્માસ્તિકાય, તેનો દેશ અને તેના પ્રદેશ; આકાશ, તેનો દેશ અને તેના પ્રદેશ; અદ્ધાસમય
કાળતત્ત્વ; એમ અરૂપીના દશ પ્રકાર થાય. (પૃ. ૧૬૪) મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન, મતિઅજ્ઞાન, શ્રતઅજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન એ આઠે જીવના ઉપયોગરૂપ હોવાથી અરૂપી કહ્યાં છે. (પૃ. ૫૯૭) 1 “અજ્ઞાન' શબ્દનો સાધારણ ભાષામાં “જ્ઞાનરહિત” અર્થ થાય છે. જેમ જડ જ્ઞાનથી રહિત છે તેમ;
પણ નિગ્રંથ પરિભાષામાં તો મિથ્યાત્વસહિત જ્ઞાનનું નામ અજ્ઞાન છે; એટલે તે દૃષ્ટિથી અજ્ઞાનને
અરૂપી કહ્યું છે. (પૃ. ૫૯૭) 1 જ્ઞાન જીવનું રૂપ છે માટે તે અરૂપી છે, ને જ્ઞાન વિપરીતપણે જાણવાનું કાર્ય કરે છે, ત્યાં સુધી તેને
અજ્ઞાન કહેવું એવી નિગ્રંથ પરિભાષા કરી છે, પણ એ સ્થળે જ્ઞાનનું બીજું નામ જ અજ્ઞાન છે એમ જાણવું. (પૃ. ૫૯૭). આત્મા અરૂપી છે; એટલે વર્ણગંધરસસ્પર્શરહિત વસ્તુ છે; અવસ્તુ નથી. (પૃ. ૭૦૮)