Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
૧૭
અભિમાન
|| શ્રોતા વાંચકને બનતાં સુધી આપણા અભિપ્રાયે ન દોરવા લક્ષ રાખવું. શ્રોતા વાંચકમાં પોતાની મેળે
અભિપ્રાય ઊગવા દેવો. સારાસાર તોલ કરવાનું વાંચનાર શ્રોતાના પર છોડી દેવું. આપણે તેમને દોરી તેમને પોતાને ઊગી શકે એવા અભિપ્રાયને થંભી ન દેવો. (પૃ. ૬૭૧). સંસારી ઉપાધિનું જેમ થતું હોય તેમ થવા દેવું, કર્તવ્ય એ જ છે, અભિપ્રાય એ જ રહ્યા કરે છે. ધીરજથી
ઉદયને વેદવો યોગ્ય છે. (પૃ. ૩૨૫). D શ્રી ષટ્રદર્શન સમુચ્ચય' ગ્રંથનું ભાષાંતર શ્રી મણિભાઈ નભુભાઈએ અભિપ્રાયાર્થે મોકલ્યું છે.
અભિપ્રાયાર્થે મોકલનારની કંઈ અંતર ઈચ્છા એવી હોય છે કે તેથી રંજિત થઈ તેનાં વખાણ મોકલવાં.
શ્રી મણિભાઈએ ભાષાંતર સારું કર્યું છે, પણ તે દોષરહિત નથી. (પૃ. ૬૬૧) | અભિમાન 2 “હું જાણું છું' એવું અભિમાન તે ચૈતન્યનું અશુદ્ધપણું. (પૃ. ૭૧૪) D ચૌદપૂર્વધારી અગિયારમેથી પાછો પડે છે તેનું કારણ પ્રમાદ છે. પ્રમાદના કારણથી તે એમ જાણે કે હવે
મને ગુણ પ્રગટયો.' આવા અભિમાનથી પહેલે ગુણસ્થાનકે જઈ પડે છે; અને અનંત કાળનું ભ્રમણ કરવું પડે છે. માટે જીવે અવશ્ય જાગ્રત રહેવું. (પૃ. ૬૮૯) માર્ગ પામવામાં અનંત અંતરાયો છે. તેમાં વળી “મેં આ કર્યું”, “મેં આ કેવું સરસ કર્યું ?' એવા પ્રકારનું
અભિમાન છે. ‘મેં કાંઈ કર્યું જ નથી' એવી દૃષ્ટિ મૂકવાથી તે અભિમાન દૂર થાય. (પૃ. ૭૦૦) | સ્વચ્છેદે, સ્વમતિકલ્પનાએ, સદ્ગુરુની આજ્ઞા વિના ધ્યાન કરવું એ તરંગરૂપ છે અને ઉપદેશ, વ્યાખ્યાન કરવું એ અભિમાનરૂપ છે. (પૃ. ૬૭૭),
જ્યાં જ્યાં આ જીવ જન્મ્યો છે, ભવના પ્રકાર ધારણ કર્યા છે, ત્યાં ત્યાં તથા પ્રકારના અભિમાનપણે વર્યો છે; જે અભિમાન નિવૃત્ત કર્યા સિવાય તે તે દેહનો અને દેહના સંબંધમાં આવતા પદાર્થોનો આ જીવે ત્યાગ કર્યો છે, એટલે હજી સુધી તે જ્ઞાનવિચાર કરી ભાવ ગાળ્યો નથી, અને તે તે પૂર્વસંજ્ઞાઓ
હજી એમ ને એમ આ જીવના અભિમાનમાં વર્તી આવે છે, એ જ એને લોક આખાની - અધિકરણક્રિયાનો હેતુ કહ્યો છે; જે પણ વિશેષપણે અત્ર લખવાનું બની શક્યું નથી. (પૃ. ૪૧૯) D “આપણા જૈનધર્મના શાસ્ત્રમાં બધું છે. શાસ્ત્રો આપણી પાસે છે.” એવું મિથ્યાભિમાન જીવ કરી બેઠો
છે. ક્રોધ, માન માયા, લોભરૂપી ચોર રાતદિવસ માલ ચોરી લે છે, તેનું ભાન નથી. (પૃ. ૭૩૧). 3 વૃત્તિઆદિ સંક્ષેપ અભિમાનપૂર્વક થતો હોય તોપણ કરવો ઘટે. વિશેષતા એટલી કે તે અભિમાન પર નિરંતર ખેદ રાખવો. તેમ બને તો ક્રમે કરીને વૃત્તિઆદિનો સંક્ષેપ થાય, અને તે સંબંધી અભિમાન પણ સંક્ષેપ થાય. ખરેખરો મુમુક્ષુ હોય તેને પુરુષની “આશ્રયભક્તિ' અહંભાવાદિ છેદવાને માટે અને અલ્પ કાળમાં વિચારદશા પરિણામ પામવાને માટે ઉત્કૃષ્ટ કારણરૂપ થાય છે. (પૃ. ૫૧૬). I તપનું અભિમાન કેમ ઘટે ? ત્યાગ કરવો તેનો ઉપયોગ રાખવાથી. “મને આ અભિમાન કેમ થાય છે
?' એમ રોજ વિચારતાં વિચારતાં અભિમાન મોળું પડશે. (પૃ. ૭૩૩) 0 વિદ્યાનું અભિમાન કરું નહીં. (પૃ. ૧૪૧)