Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
અભિનિવેશ (ચાલુ)
૧૬
પ્રમાણે : “લૌકિક” અને “શાસ્ત્રીય'. ક્રમે કરીને સત્સમાગમયોગે જીવ જો તે અભિનિવેશ છોડે તો મિથ્યાત્વ'નો ત્યાગ થાય છે, એમ વારંવાર જ્ઞાની પુરુષોએ શાસ્ત્રાદિ દ્વારાએ ઉપદેશ્ય છતાં જીવ તે
છોડવા પ્રત્યે ઉપેક્ષિત શા માટે થાય છે? તે વાત વિચારવા યોગ્ય છે. (પૃ.૪૮૯). | આત્માર્થ સિવાય, શાસ્ત્રની જે જે પ્રકારે જીવે માન્યતા કરી કૃતાર્થતા માની છે, તે સર્વ “શાસ્ત્રીય
અભિનિવેશ' છે. સ્વ છદતા ટળી નથી. અને સત્સમાગમનો યોગ પ્રાપ્ત થયો છે, તે યોગે પણ સ્વચ્છેદના નિર્વાહને અર્થે શાસ્ત્રના લેઇ એક વચનને બહુવચન જેવું જણાવી, છે મુખ્ય સાધન એવા સત્સમાગમ સમાન કે તેથી વિશેષ ભાર શાસ્ત્ર પ્રત્યે મૂકે છે, તે જીવને પણ “અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ” છે. આત્મા સમજવા અર્થે શાસ્ત્રો ઉપકારી છે, અને તે પણ સ્વચ્છેદરહિત પુરુષને; એટલો લક્ષ રાખી
સન્શાસ્ત્ર વિચારાય તો તે “શાસ્ત્રીય અભિનિવેશ' ગણવા યોગ્ય નથી. (પૃ. ૪૯૦) 1 જેટલી પોતાની શક્તિ હોય તે સર્વ શક્તિથી એક લક્ષ રાખીને, લૌકિક અભિનિવેશને સંક્ષેપ કરીને, કંઈ
પણ અપૂર્વ નિરાવરણપણું દેખાતું નથી માટે સમજણનું માત્ર અભિમાન છે એમ જીવને સમજાવીને, જે પ્રકારે જીવ જ્ઞાન, દર્શન, ચારિત્રને વિષે સતત જાગ્રત થાય તે જ કરવામાં વૃત્તિ જોડવી, અને રાત્રિદિવસ તે જ ચિંતામાં પ્રવર્તતું એ જ વિચારવાન જીવનું કર્તવ્ય છે; અને તેને માટે સત્સંગ, સશાસ્ત્ર અને સરળતાદિ નિજગુણો ઉપકારભૂત છે, એમ વિચારીને તેનો આશ્રય કરવો યોગ્ય છે. જ્યાં સુધી લૌકિક અભિનિવેશ એટલે દ્રવ્યાદિ લોભ, તૃષ્ણા, દૈહિક માન, કુળ, જાતિ આદિ સંબંધી મોહ કે વિશેષત્વ માનવું હોય, તે વાત ન છોડવી હોય, પોતાની બુદ્ધિએ સ્વેચ્છાએ અમુક ગચ્છાદિનો આગ્રહ રાખવો હોય, ત્યાં સુધી જીવને અપૂર્વ ગુણ કેમ ઉત્પન્ન થાય? તેનો વિચાર સુગમ છે. (પૃ. ૪૯૫) D જ્યાં સુધી લોકના અભિનિવેશની કલ્પના કર્યા કરો ત્યાં સુધી આત્મા ઊંચો આવે નહીં, અને ત્યાં સુધી
કલ્યાણ પણ થાય નહીં. (પૃ. ૭૧૩) || અભિનિવેશ જેવું એકે પાખંડ નથી. (પૃ. ૧૫૮) I અભિનિવેશના ઉદયમાં ઉસૂત્રપ્રરૂપણા ન થાય તેને હું મહાભાગ્ય, જ્ઞાનીઓના કહેવાથી કહું છું.
(પૃ. ૧૫૮) | અભિપ્રાય D જગતના અભિપ્રાય પ્રત્યે જોઇને જીવ પદાર્થનો બોધ પામ્યો છે. જ્ઞાનીના અભિપ્રાય પ્રત્યે જોઇને પામ્યો નથી. જે જીવ જ્ઞાનીના અભિપ્રાયથી બોધ પામ્યો છે તે જીવને સમ્યફદર્શન થાય છે.
(પૃ. ૩૨૫). D “જ્ઞાની પુરુષ પ્રત્યે અભિન્નબુદ્ધિ થાય, એ કલ્યાણ વિષેનો મોટો નિશ્ચય છે', એવો સર્વ મહાત્મા પુરુષોનો
અભિપ્રાય જણાય છે. (પૃ. ૩૮૪) અનાથદાસજીએ કહ્યું છે કે, “એક અજ્ઞાનીના કોટિ અભિપ્રાયો છે, અને કોટિ જ્ઞાનીનો એક અભિપ્રાય છે.” (પૃ. ૯૦). અનંતા જ્ઞાની પુરુષોએ જેનું પ્રાયશ્ચિત કહ્યું નથી. જેના ત્યાગનો એકાંત અભિપ્રાય આપ્યો છે એવો જે કામ તેથી જે મૂંઝાયા નથી, તે જ પરમાત્મા છે. (પૃ. ૭૯૮)