________________
શાંત સુધારસ.
નવદીક્ષિત સાધુ આટલા
વરસ દીક્ષા પાળે, ત્યારે આ સૂત્રના અધિકારી થાય, આટલા વરસ દીક્ષા પાળે ત્યારે આ બીજા શાસ્ત્રના અધિકારી થાય, તથા અમુક સિદ્ધાંતમાં પ્રવેશ કરવા પૂર્વે ચેાગઉપધાન સાધુએ વહેવા જોઇએ, આચરવા જોઈએ, એ વગેરેનાં કારણમાં આ જ રહસ્ય રહેલુ છે. દીક્ષા લીધા પછી સાધુની આંતરદશા ઉત્તરાન્તર સુધરતી જવી જ જોઇએ. કારણ આહારપાન, સ્થ'ડિલ, વિહાર, શયન અને પ્રતિક્રમણ-પ્રતિલેખન ધ્રુવદર્શોનાદિ નિત્યનેમિત્તિક ક્રિયા ઉપરાંત સદ્ગુરૂ અને વડિલ ગુરૂ ભ્રાતાનાં વૈયાવૃત્ય, અને શાસ્ત્રશ્રવણ, મનન, નિદિધ્યાસનઆ એની હુંમેશની પ્રવૃત્તિ હોય. આવી પવિત્ર પ્રવૃત્તિથી એએની આંતરદશા ઉત્તરાત્તર વિશુદ્ધ થતી જવી જોઈએ. આમ અમુક વરસ ચાલે એટલે અમુક શાસ્ત્રને ચેાગ્ય દશા થયેલી હાવી જોઇએ. એથી કાંઈ બીજા એકાદ— મે વસ જાય એટલે વળી બીજા
અધિકાર વિના ઉત્કૃષ્ટ શાસ્ત્ર માટે ચગ્યતા થાય. આમ જ્ઞાન પરિણમે અધિકાર પ્રાપ્ત થયા વિના શાસ્ત્ર
નહિ. મેધ યથાર્થ પરિણમે નહિ, એમ ધારી પૂર્વ મહાપુરૂષાએ આ આમ્નાય બાંધી છે; આ સંપ્રદાય પ્રવર્તાવ્યેા છે; પણ કાળદોષને લઈ એ આમ્નાય–સંપ્રદાયના લાપ થયા છે.
૨૬
સાંપ્રદાયિક જ્ઞાન અને તેનું રહસ્ય
ચાગઉપધાન વહેવામાં પણ અમુક દમનપૂર્વક વિવિધ
દિવસ પર્યંત ઇંદ્રિયતપશ્ચર્યાં, જ્ઞાન