________________
૭૦
શાંત સુધારસ.
જીવ પંખી, દેહ કરી, મિથ્યાત્વે કરી, વસ્તુના અનિર્ણ પિંજર, કાળ કરી, ચોતરફ, ચતુર્ગતિમાં ભટકી રહ્યો બિલાડે. છે, પરિભ્રમણ કરી રહ્યો છે. આહટ દેહટ
ચિંતવી રહ્યો છે, કર્મ બાંધી રહ્યો છે. પ્રારબ્ધ પ્રેર્યો થકે મહટાં કર્મરૂપ તાંતણાથી વીંટાય છે. કાળરૂપ બિલાડે તેની પાસે બેઠે છે. તે આ જીવપંખી ઉપાડશે કે ઉપાડ્યો એમ થઈ રહ્યું છે. પ્રથમ તે બ્રાંતિવાળા ચિત્તને લઈ આ જીવને કાંઈ પણ સુખનો લેશ નથી; એ નિરતર કાળના મુખમાં પડ્યા છે. આ આ સંસારને પરિભ્રમને દુઃખદ પ્રકાર છે. ૪.
! મનુષ્યવૃત્ત છે अनंतान पुद्गलावर्ताननंतानंतरूपभृत् । अनंतशो भ्रमत्येव, जीवोऽनादि भवार्णवे ॥५॥
અર્થ–આ સંસાર અનાદિ છે. એ સંસાર-સમુદ્રમાં જીવ અનંતીવાર અનંતા પુદ્ગલપરાવર્તન કરી રહ્યો છે, અનંતાનંત રૂપ ધારણ કરતા તે ફરી રહ્યો છે. અહે ! આ પરિભ્રમણ દુઃખ ઓછું નથી. હે જીવ! એ પરિભ્રમણરૂપ દુખથી નિવૃત્ત થા, નિવૃત્ત થા. તેમ થવા પુરુષાર્થ કર, પુરૂ પાઈ કર. તે બહુ ભવ કર્યા. પ.
“હે, સાહિબ, બાહુ જિનેશ્વર વિનવું, “વિનતડી અવધાર છે, “હે, સાહેબ, ભવમંડપમાં નાટક નાચિયે, “હવે મુજ પાર ઉતાર છે. તે સાહેબ.”
પ્રકૃત સ્તવન,