________________
સંસાર ભાવના.
આ સંસારભાવનાનું સ્વરૂપ ભાવતાં ઘણા મહાનુભાવે પરમસિદ્ધિને પામ્યા છે. તેમાં મૃગાપુત્ર પણ એક મહાપુરૂષ થઈ ગયા છે. તેનું ચરિત્ર બહુ બેધક હેવાથી અત્રે આપ્યું છે, તે વિચારવા જેવું છે.
મૃગાપુત્ર, અનંત સૌખ્ય નામ દુઃખ ત્યાં રહી ન મિત્રતા, અનંત દુઃખ નામ સૌખ્ય પ્રેમ ત્યાં વિચિત્રતા; “ઉઘાડ વાય નેત્રને નિહાળ રે નિહાળ તું, “નિવૃત્તિ શીઘ્રમેવ ધારી તે પ્રવૃત્તિ બાળ તું.
નાના પ્રકારનાં મનોહર વૃક્ષથી ભરેલાં ઉદ્યાન વડે સુગ્રીવ નામનું એક સુશોભિત નગર છે. તે નગરનાં રાજ્યાસન પર બળભદ્ર નામને એક રાજા થયો. તેની પ્રિયંવદા પટરાણીનું નામ મૃગા હતું. એ પતિ-પત્નીથી બલશ્રી નામે એક કુમારે જન્મ લીધું હતું. મૃગાપુત્ર એવું એનું પ્રખ્યાત નામ હતું. જનક–જનેતાને તે અતિ વલભ હતે. એ યુવરાજ ગૃહસ્થાશ્રમમાં રહ્યા છતાં સંયતિના ગુણને પામે હતે એથી કરીને દમીશ્વર એટલે યતિમાં અગ્રેસર ગણવા ગ્ય હતે.”
તે મૃગાપુત્ર શિખરબંધ આનંદકારી પ્રાસાદમાં પિતાની સ્ત્રી સાથે દેગંદુક દેવતાની પેઠે વિલાસ કરતે હતે. નિરંતર પ્રદ સહિત મનથી વર્તતે હતે. ચંદ્રકાંતાદિક મણિ તેમજ વિવિધ રત્નથી પ્રાસાદને પટશાળ જડિત હતો. એક દિવસ તે કુમાર પિતાના ગેખમાં બેસી ચોતરફ આખા નગરને નિરખી રહ્યો છે.