________________
એકત્વ ભાવના.
૧૦૧
લેભની એવી કનિષ્ઠતા છે, માટે સંતોષ નિવૃત્તિરૂપ તપને વિવેકી પુરૂષે આચરે છે.
વિપ્ર –-હે ક્ષત્રિય ! મને અભુત આશ્ચર્ય ઉપજે છે કે તું છતા ભેગને છાંડે છે. પછી અછતા કામભેગને વિષે સંક૫વિકલ્પ કરી હણાઈશ; માટે આ સઘળી મુનિત સંબંધીની ઉપાધિ મૂક.
નમિરાજ –કામગ શલ્ય સરખા છે, વિષ સરખા છે,
સર્પ સરખા છે. તેની વાંછનાથી જીવ વિષયવિપાક નકાદિક અધોગતિએ જાય છે, તેમજ ક્રોધે
કરીને અને માને કરીને માઠી ગતિ થાય છે. માયાને લઈ સગતિને વિનાશ હોય છે, લોભથકી આ લેક પરલેકમાં ભય આવે છે, માટે, હે વિપ્ર ! તું મને એને બંધ ન કર. મારું હૃદય કઈ કાળે ચળનાર નથી; એ મિથ્યામહિનામાં અભિરુચિ ધરાવનાર નથી. જાણી જોઈને ઝેર કોણ પીએ ? દવે લઈને કુવામાં કેણુ ઉતરે ? જાણી જોઈને વિશ્વમમાં કેણ પડે ? હું મારા અમૃત જેવા વૈરાગ્યને મધુર રસ અપ્રિય કરી એ ઝેરને પ્રિય કરવા મિથિલામાં આવનાર નથી. મહર્ષિ નિમિરાજની સુદઢતા જોઈ શકેંદ્ર આનંદ પામ્યું.
પછી વિપ્રવેષ છાંઢ ઈંદ્રપણું વૈક્રિય કર્યું. નમિરાજની વંદન કરી મધુર વચને પછી તે રાજષિને કટી અને સ્તુતિ કરવા લાગે – “હે મહાયશસ્વિ! શકેંદ્રની પ્રસન્નતા. મહા આશ્ચર્ય છે કે તેં કોધને જી; તેણે કરેલી નમિ- આશ્ચર્ય તે અહંકારને પરાજય કર્યો,