________________
૧૩૮
શાંત સુધારસ.
મદિરાથી અપવિત્ર થતું મદિરાનું વાસણ જેમ પવિત્ર માટીથી બહાર ઘસ્યા છતાં, અને પવિત્ર ગંગા નદીના જળથી ધોયા છતાં પવિત્ર થઈ શકતું નથી તેમ આ દેહધારીઓને આ દેહ પણ જે સુગ આવે એવા હાડ, ચર્મ, માંસ, રક્ત, મૂત્ર, મળ, શુક્રનું સ્થાન છે, અને જેનાં છિદ્રો દ્વારા અનેક અશુચિય પરિક્વેદ, મૂત્રાદિ પદાર્થો વહી રહ્યા છે, તે પવિત્ર માટીથી વસે કે શુદ્ધ ગંગોદકથી છે, પણ પવિત્ર થઈ શકતે નથી. તાત્પર્ય કે એકજ વાર અશુચિ ઝરી હોય અને ફરી પાછી કરવાની ન હોય, તો તે માટી-જળ આદિથી ઘસતાં-ધોતાં મદિરાના વાસણ કે આ દેહને પવિત્ર કરી શકાય, પણ જ્યાં નિરંતર અશુચિ વહ્યા કરતી હોય, તે ભાજનને ફરી ફરી માટીથી ઘસીએ, શુદ્ધ જળથી ધોઈએ તે પણ તે પવિત્ર થતું નથી; ઊલટાં એ માટી અને જળ અપવિત્ર થાય છે. ગંગાનું પાણી ગમે તેવું મીઠું અને શુદ્ધ છતાં ખારા સમુદ્રમાં પડતાં ખારૂં અને મલિન થાય છે, અથવા ગટરમાં પડતાં ગમે તેવું શુદ્ધ જળ અશુદ્ધ થાય છે, તેમ આ અપવિત્ર દેહ, જેમાંથી રાત્રિદિવસ, અશુચિ વહ્યા કરે છે, જે અશુચિનું સ્થાનક છે, તે ધોયા-મસન્યા છતાં કેવા પ્રકારે શુદ્ધ થઈ શકે ? ૧.
છે માતા વૃત્ત છે. स्नायं स्नायं पुनरपि पुनः स्नांति शुद्धाभिरद्भिः। वारं वारं बत मलतनुं चंदनैरर्चयंते ॥ मुढात्मानो वयमपमलाः प्रीतिमित्याश्रयंते । नो शुद्धयंते कथमवकरः शक्यते शोध्धुमेवं ॥२॥