________________
ધર્મ ભાવના.
शालय पालय रे पालय मां जिनधर्म !!
मंगलकमलाकेलिनिकेतन ।
करुणाकेतन धीर ॥ शिवसुखसाधन भवभयबाधन ।
जगदाधार गंभीर ॥ पा० १॥ અર્થ રે જિનધર્મ ! તું મારું રક્ષણ કર, રક્ષણ કર. તું માંગલિક રૂપ લક્ષમીનું ક્રીડાગ્રહ છે, અર્થાત તું
જ્યાં હોય ત્યાં મંગલ લહમી વર્તાવે છે, તું કરુણાનું સ્થા– નક છે, અથોત તું ક્યાં હોય ત્યાં દયા, કરુણા, અહિંસા વર્તે છે; તું ધીર છે, તું મેક્ષસુખનું સાધન છે; તું ભવભયને નાશ કરનાર છે; તું જગને આધાર છે, અને પરમ ગંભીર છે,-એવા હે! જૈનધર્મ, તું મારું રક્ષણ કર ! રક્ષણ કર ! ધર્મ ધીર છે, અર્થાત્ ધીરજવંત છે, એમ બતાવ્યું તેને
હેતુ એ કે જગતમાં બીજી કેટલીક એવી ધર્મનું શ્રેય તાસુબીઓ રહેલી છે, કે એકવાર એને
અનાદર કરતાં ફરી એને મનાવવી બહુ મુશ્કેલ થઈ પડે છે, જ્યારે તે ધર્મ ! તું તે એ ધીરજવાળો છે, કે કઈ જીવ તારા પ્રતિપક્ષી અધર્મને અનેકવાર આશ્રય કરી તારે અનાદર કરે, તે પણ ફરી એ જીવ તારે શરણે આવે ત્યારે તું શરણું આપી એનું કલ્યાણ કરે છે. વળી
હે ધર્મ ! તું અતિ ગંભીર છે, અર્થાત ધર્મનું ગાંભીર્ય જગતમાં બીજી એવી વસ્તુઓ છે, કે જે
પતે કરેલો ઉપકાર ગાઈ બતાવે છે, પણ તું તે હેટું દિલ રાખી તારે આશ્રય કરનારનું મુંગે મોઢે શ્રેય કયે જાય છે.