________________
૨૮
શાંત સુધારસ.
વતી આદિ નર્કગતિ છેમાટે રે જીવ! બુઝ! બુઝ! તને તે આ દુર્લભ માનવદેહ, આર્યદેશ અને ધિરત્ન મળ્યું છે તેને લાભ લઈ લે ! લાભ લઈ લે !! એક વાર હારીશ તે ફરી એ મળવું દુષ્કર છે. ૩
आर्यदेशस्पृशामपि सुकुलजन्मनां । दुर्लभा विविदिषा धर्मतत्त्वे ।। रतपरिग्रहभयाहारसंज्ञातिभि
हत मनं जगदस्थितत्वे ।। बु० ४ ॥ - " અર્થ–આર્ય દેશમાં અને વળી રૂડા કુળમાં જન્મ થયે હોય તેવાઓને પણ ધર્મતત્વમાં ઈચ્છા થવી એ દુર્લભ છે. કારણકે મિથુન, પરિગ્રહ, ભય અને આહાર એ ચાર સંજ્ઞામાં આખું જગત્ બૂઢ રહ્યું છે. આર્યપણું અને સાથે ઉંચું કુળ એ બંને દુર્લભ છતાં મળે તે પણું તત્ત્વજિજ્ઞાસા થવી દુર્લભ છે, કેમકે જીવ માત્ર મૈથુનાદિ ચાર સંજ્ઞામાં મૂચ્છિત થયા છે, તે મનુષ્ય દેહ, જેમાં ભગનાં વિવિધ સ્થાનિક રહેલાં છે તેમાં જીવ મૂછ પામ્યા વિના કેમ રહે? એ મૂછ આડે તત્વજિજ્ઞાસા કયાંથી થાય? તને તે હે ચેતન ! એ બધું–મનુષ્યપણું, આર્યતા, ઉત્તમ કુળ અને જિજ્ઞાસા એ બધું પ્રાપ્ત થયું છે, તે હવે તું એને લાભ લઈ, એ મળ્યાનું સાર્થક કરી લે. ફરી ફરી એ મળવું દુર્લભ છે. હે ચેતન ! બેધ પામ, બેધ પામ. ૪
विविदिषायामपि श्रवणमतिदुर्लभं । धर्मशास्त्रस्य गुरुसंनिधाने ।