________________
૨૭૮
શાંત સુધારસ
અર્થ-આ ગ્રંથમાં પણ પ્રકાશમાન વાણીરૂપ તિ રહેલી છે; તે તે પણ જ્યાં સુધી આ જગતમાં હજારો કિરણોથી પ્રકાશતે જે સૂર્ય અને અમૃતઝરતે જે ચંદ્ર એ બે રહે ત્યાંસુધી સહુને આનંદ આપે, અર્થાત સૂર્ય-ચંદ્રની જેમ આ ગ્રંથ સદાકાળ રહેવાને છે. એના કાગળ, પુંઠા, છાપ આદિ જે પૌગલિક વસ્તુ તે ભલે તેના સ્વભાવ પ્રમાણે સી જઈ નાશ પામે-રૂપાંતર પામે, પણ એમાં રહેલું જે જ્ઞાન, એમાં રહેલે જે ગઢ મર્મ, એ તે ચંદ્ર-સૂર્ય પેઠે કાયમ રહેવાનાં. ભવ્ય જીવ, સત્યરૂષરૂપ કમલ અને કુમુદને એ આનંદને હેતુ થાઓ! ૭.
॥ इति श्रीमन्महोपाध्याय श्रीकीर्तिविजयगणिशिष्योपाध्याय श्रीविनयविजयगणिविरचित
श्रीशांतसुधारसग्रंथः समाप्तः॥