________________
૧૭૨
શાંત સુધારસ. અર્થ–હે વિનય ! વિષય અને અગ્રતને સંયમવડે નિરોધ કર. અસત્યના અભિનિવેશ–આગ્રહરૂપ જે મિથ્યાત્વ તેને સમ્યગૂ દશનવડે, સમ્યક્ત્વવડે નિરોધ કર અને ચિત્તની સ્થિરતાવડે આર્ત અને રૌદ્ર એ બે માઠાં ધ્યાનને હંમેશ નિષેધ કર. વિષય, અવત, મિથ્યાત્વ, દુર્બાન એ બધાં આશ્રવનાં કારણે છે, તે તે કારણે તેના પ્રતિપક્ષી કારણે સંયમ, દર્શન, સ્થિરતાથી દૂર કરી શકાય છે. ૨
| | શાતિની વૃત્તિ છે क्रोधं क्षात्या मार्दवेनाभिमानं ।
हन्या माया मार्जवेनोज्ज्वलेन ॥ लोभं वारांराशिरौद्रं निरंध्याः।
संतोषेण प्रांशुना सेतुनेव ॥३॥ અર્થ-જેમ રાદ્ધ-ભયંકર લાગતી પાણીની રાશને ઉંચી પાજ બાંધી ખાળી શકાય છે, તેમ હે વિનય ! તું ક્રોધને ક્ષમાવડે, માનને નમ્રતાવડે, માયા કપટને ઉજ્વળ સરળ ચિત્તવડે અને લોભને સંતોષવડે નિરોધ કર. ૩.
| સ્વાયતા વૃત્ત . गुप्तिभिस्तिसृभिरेवमजय्यान् ।
तीन विजित्य तरसाऽधमयोगान् । साधुसंवरपथे प्रयतेथा।
लप्स्यसे हितमनीहितमिद्धं ॥४॥