________________
૧૮૨
શાંતસુધરસ, લાવ તથા અનેક પ્રકારનાં અન્ય ચળાવવાના ઉપાય કર્યા, પરંતુ તે વૃથા ગયા. મહાસુંદરી રૂકિમણી પિતાના મોહકટાક્ષમાં નિષ્ફળ ગઈ. ઉગ્રેચરિત્ર વિજયમાન વજસ્વામી મેરુની પેઠે અચળ અને
અડેલ રહ્યા. રૂકિમણીના મન, વચન, વજસ્વામીની અને તનના સર્વ ઉપદેશ અને હાવ-ભાવથી દતા તે લેશ માત્ર પીગળ્યા નહિ. આવી
મહાવિશાળ દ્રઢતાથી રુકિમણીએ બેધ પામી નિશ્ચય કર્યો કે આ સમર્થ છેતેંદ્રિય મહાત્મા કઈ કાળે ચલિત થનાર નથી. લેહ-પથ્થર પીગળાવવા સુલભ છે, પણ આ મહાપવિત્ર સાધુ શ્રી વાસ્વામીને પીગળાવવા સંબં ધીની આશા નિરર્થક છે, પણ ઉલટી અધોગતિનાં કારણરૂપ છે.
એમ સુવિચારી તે રૂકિમણીએ પિતાએ આપેલી લક્ષ્મીને શુભ ક્ષેત્રે વાપરી, ચારિત્ર ગ્રહણ કર્યું. મન, વચન, કાયાને અનેક પ્રકારે દમન કરી આત્માર્થ સાથે. આને જ્ઞાનીઓ સંવર કહે છે. સંવર એ આત્મહિત પામવા પરમ સાધન છે.
॥ इति श्री शांतसुधारसगेयकाव्ये संवरभावनाविभावना नाम अष्टमः प्रकाशः ॥
ઇતિ શ્રી શાંતસુધારસ નામના ઢાળબદ્ધ કાવ્યમાં સંવર ભાવના નામને આઠમો પ્રકાશ સમાપ્ત.