________________
શાંત સુધારસ.
૧૫૦
(૬) દેહ કચરાની ખાણુ છે. આવુ દેહનું અશ્િચમય સ્વરૂપ વિચારી તેમાં સુજ્ઞ જીવે મૂર્છા કરવી ન ઘટે.
બીજી દષ્ટિએ એજ દેહુ ફ્રી એ વડે વ્રત–સંયમ આદરવામાં આવે, તે મેક્ષ આપવા જેટલું સામર્થ્ય ધરાવે છે. ૮. આ અશુચિમય દેહનુ લેશ માત્ર મેાહ, માન, અભિમાન કરવા જેવું નથી. એ સંબંધી શ્રી સનત્કુમારની આ વાત બહુ મનન કરવા જેવી છે.
સનસાર.
ચક્રવર્તીના વૈભવમાં શી ખામી હોય ? ભરત રાજાની વાતમાં એ વૈભવની અહેાળાશ બતાવી છે. સનકુમારનું સનકુમાર પણ ચક્રવર્તી હતા. તેના સુરૂપ અને વધુ અને રૂપ અત્યુત્તમ હતાં. એક વેળા સ્વર્ગ માં પ્રશંસા. સુધ સભામાં એ રૂપની સ્તુતિ થઈ. કાઇ એ દેવાને એ વાત રૂચી નહિ. આથી તે તે શકા ટાળવાને વિપ્રરૂપે સનત્કૃમારના અંતઃપુરમાં ગયા. સનકુમારના દેહ તે વેળા ખેળથી ભર્યાં હતા. તેને અંગે મર્દાનાદિ પદાર્થાનું માત્ર વિલેપન હતું. તેણે એક નાનું પચિયું પહેર્યું હતું અને તે સ્નાનમજ્જન કરવા બેઠા હતા. વિપ્રરૂપે આવેલા દેવતા તેનું મનેહર મુખ, કંચનવી કાયા અને ચંદ્ર જેવી ક્રાંતિ જોઇને બહુ આન ંદ પામ્યા અને માથુ ધૃણાવ્યું. આ જોઈને ચક્રવર્તીએ પૂછ્યું, તમે માથું શા માટે ધૂણાવ્યું ? દેવતાઓએ કહ્યું. અમે તમારૂં વણુ અને રૂપ જોવા