________________
૧૪૦
શાંત સુધારસ.
અથે--કપૂર, ચંદન, બરાસ, ગોરોચન, અત્તર
આદિ સુગંધી વસ્તુઓને લસણ ઉપર (૩) લશણુ ભલે લેપ કરે, પણ લશણ પિતાને અને આ દેહ. દુર્ગધ સ્વભાવ છાંધ સુગંધ ગ્રહણ
કરે નહિં. ભલે આખા જન્મ પર્યત તેના ઉપર ઉપકાર કરવામાં આવે પણ ચાયે દુર્જન સુજનતા પામે નહિં.
તેમ આ શરીરને વિવિધ પ્રકારનાં તેલ મર્દન કરે, અભંગ કરે, શણગારે, ખવડાવી–પીવડાવી પુષ્ટ કરે, પણ તે તેની સ્વાભાવિક અશુચિ મૂકે નહિં.
આ શરીર ઉપર સુગંધી છાંટ, ચંદન લેપ કરે, તેને શણગારે, ખવડાવે અને એમ માને કે હવે એ સારું થયું, રૂડું થયું, પવિત્ર થયું પણ એમ માનવા જેવું નથી. એ ભરેસે પણ રાખે એગ્ય નથી. અર્થાત્ જે સ્વાભાવિક રીતે અપવિત્ર છે, તે કૃત્રિમ પવિત્રતાના સાધનથી અપવિત્રતા છેડેજ નહિં.
“તન તું ગણે છે, તારૂં રે, તે નથી તારૂં રે, “સંભાળીને રાખ્યું સાજું, તેલવાળું કીધું તાજું; “ખવડાવી ખાટું ખારૂં રે, તે નથી તારૂં રે.
જ્યારે એ રેગી જણાશે, મૂકવાનું મન થાશે, “અતિશે થશે અકારૂં તે નથી તારું રે.”
પ્રકીર્ણ