________________
અશુચિ ભાવના.
૧૪૭
તેમ હે વિનય ! આ શરીર જે કે કેવળ સી-પદ્ધ જવાના, નાશ પામવાના સ્વભાવવાળા પુદ્ગલને સમૂહ છે, અને એની અંદર પડેલ પવિત્ર આહાર-પાન પણ વિષ્ઠા-પૂરીષરૂપે પરિણમે છે, આમ જે કે કેવળ મલિન અને અસારભૂત આ દેહ છે, તે પણ તેમાં આ એક પરમ સારભૂત વસ્તુ છે, તે તું વિચાર. ગમે તેવે અશુચિમય આ દેહ છે, છતાં એમાં શિવમુખ, મેક્ષ સુખ આપવાનું સામર્થ્ય છે; એ
એ દેહ ઉદાર–ઉચ્ચ છે. જે દેહ મનુષ્ય દેહનું અશુચિમય હેતાં કેવળ અસારભૂત માહાસ્ય છે, તે મનુષ્ય દેહને સારભૂત કર
હેય, તેનું સાર્થક કરવું હોય, તે તે દેહમાં મેક્ષસુખ આપવાનું જે સામર્થ્ય છે, તેને - તું લાભ લઈ લે. કઈ પણ ગતિમાંથી મોક્ષ પામી શકાય એમ હોય છે તે આ મનુષ્ય ગતિ જ છે; બીજા દેહે મેક્ષ પામી શકાતું નથી. દેવતાઓ પણ એ દેહને ઈચ્છે છે. દેવતાઓ સંયમ આરાધી શકતા નથી, જ્યારે આ દેહથી સંયમ પાળી શકાય છે; વિરતિના ભાવ, ઉદ્યમ આ દેહે થઈ શકે છે. સંયમ-વિરતિ વિના, ચારિત્ર વિના મેક્ષ સુલભ નથી. આમ આ દેહ મેક્ષ પમાડવાનું સામર્થ્ય ધરાવે છે; પણ તે તે જે આ દેહનો ઉપયોગ સંયમ-વ્રત-ચારિત્ર અર્થે કરવામાં આવે તે જ.
તે સારું વ્રતધાર . દેહને નિર્વાહ કર, તેને ખવડાવવું, પીવડાવવું, પહેરાવવું,
ઓઢાડવું એ કેવળ વ્રત-સંયમના નિર્વાહ