________________
૧૩૪
શાંત સુધારસ.
આ આખી સૃષ્ટિ અનંત ચીજથી અને અનંત પદાર્થોથી ભરી છે; તે સઘળા પદાર્થ કરતાં જેના જેટલી કઈ પણ
વસ્તુ પર મારી પ્રિયતા નથી, તે વસ્તુ એ કાંઈ મારૂં નહિં મારી ન થઈ, તે પછી કઈ વસ્તુ મારી
ન હોય ? અહો ! હું બહુ ભૂલી ગયા. મિથ્યા મેહમાં લથડી પડશે. તે નવયૌવનાઓ, તે માનેલા કુળદીપક પુત્રે, તે અઢળક લક્ષ્મી, તે છ ખંડનું મહાન રાજ્ય એ મારા નથી. એમાંનું લેશ માત્ર મારૂં નથી.
એમાં મારો કિંચિત્ ભાગ નથી. જે કાયાથી એ સઘળી વસ્તુઓને હું ઉપગ લઉં છું, તે ભેગ્ય વસ્તુ જ્યારે મારી ન થઈ ત્યારે જે હું મારી માની બેઠો છું, એવી બીજી વસ્તુઓ, સ્નેહી, કુટુંબીઓ ઈત્યાદિ મારાં શું થનાર હતાં? નહિં, કંઈ જ નહિં. એ મમત્વભાવ મારે જોઈતું નથી. એ પુત્ર, એ મિત્ર, એ કલત્ર, એ વૈભવ અને એ લક્ષ્મીને મારે મારા માનવાજ નથી. હું એને નહિ, એ મારા નહિં.
પુણ્યાદિક સાધીને મેં જે જે વસ્તુઓ પ્રાપ્ત કરી છે તે વસ્તુ મારી ન થઈ, એ જેવું સંસારમાં કયું ખેદમય છે?
મારાં ઉગ્ર પુણ્યત્વનું ફળ આજ કે ? છેવટે એ સઘળાંને વિગ જ કે ? પુણ્યત્વનું એ ફળ પામીને એની વૃદ્ધિ માટે જે જે પાપ કર્યો, તે તે મારા આત્માએજ ભોગવવાં કે? તે
પણ એકલાએજ કે? એમાં કોઈ સહીયારી પિતાને દ્વેષ કરી નહિં કે? નહીં, નહીં. આમ એ દેહ જે પારકું મમત્વ મારાથી અન્ય છે, પર છે, કેવળ અલગ કેણ કરે છે, તેનું મમત્વ કરી, આત્માને શ્રેષી થઈ,
તેને નક, રૌદ્ર નર્કમાં નાંખું, એના જેવું કયું અજ્ઞાન ? એવી કઈ ભ્રમણા છે? એ કયે અવિવેક છે?