________________
એકત્વ ભાવના.
વટેમાર્ગુને જ્યાં સ્વધામ છે ત્યાં શાશ્વતતા છે, અને વિસામે. જ્યાં શાશ્વતતા, સ્થિરતા છે ત્યાં હું
નિવાસ કરવા ચાહું છું. વિપ્ર –હે ક્ષત્રિયશિરોમણિ ! અનેક પ્રકારના તસ્કરના ઉપદ્રવે ટાળીને, નગરીનું એ દ્વારે કલ્યાણ કરી પછી તું જજે. નમિરાજ –હે વિપ્ર ! અજ્ઞાનવંત મનુષ્ય અનેક વાર મિથ્યા
દંડ દે છે. ચેરીના નહિ કરનારા જે શરીઅપરાધી દંડાય રાદિક પુદુગળ તે લેકને વિષે બંધાય છે, નહિં; નિરપ- અને ચેરીના કરનારા જે ઈદ્રિયવિકાર રાધી દંડાય! તેને કેઈ બંધન કરી શકતું નથી, તે
પછી એમ કરવાનું શું અવશ્ય? વિપ્ર –હે ક્ષત્રિય ! જે રાજાઓ તારી આણ માનતા નથી અને જે નરાધિ સ્વતંત્રતાથી વર્તે છે, તેને તું વશ કરીને પછી જજે, નમિરાજ –દશ લાખ સુભટને સંગ્રામમાં જીતવા એ
દુર્લભ ગણાય છે, તે પણ એવા વિજય ખરા વીર કરનારા અનેક પુરૂષે મળી આવે, પણ
એક સ્વાત્માને જીતનાર મળ અત્યંત દુર્લભ છે. દશ લાખ સુભટ પર વિજય મેળવનાર કરતાં એક સ્વાત્માને જીતનાર પુરૂષ પરમાત્કૃષ્ટ છે. આત્મા સંગાથે યુદ્ધ કરવું ઉચિત છે. બહિર યુદ્ધનું શું પ્રયોજન છે? જ્ઞાનરૂપ આત્માવડે ક્રોધાદિક આત્માને જીતનાર સ્તુતિપાત્ર છે. પાંચે ઇદ્રિને, ક્રોધને, માનને, માયાને તેમજ લોભને જીતવા હિલાં છે. જેણે મનેગાદિક છયું તેણે સર્વ જીત્યું.