________________
સંસાર ભાવના.
થયું છે. જીવને એ અશાશ્વત વાસ છે, અનંત દુખને હેતુ છે; રેગ, જરા અને કલેશાદિનું એ શરીર ભાજન છે. એ શરીરને વિષે હું કેમ રતિ કરૂં ? બાળપણે એ છાંડવું છે, કે વૃદ્ધપણે એ આ શરીરને નિયમ નથી. જે શરીર પાણીના પરપોટા જેવું છે, તે શરીર વિષે નેહ કેમ એગ્ય હોય ? મનુષ્યપણામાં પણ એ શરીર પામીને કઢ, જવર વિગેરે વ્યાધિને તેમજ જરા-મરણને વિષે ગ્રહાવું રહ્યું છે, તેમાં હું કેમ પ્રેમ બાંધું ? જન્મનું દુઃખ, જરાનું દુઃખ, રેગનું દુખ, કેવળ દુખના હેતુ સંસારમાં છે. ભૂમિ–ક્ષેત્ર, કંચન, કુટુંબ, આવાસ, પુત્ર, અમદા, બાંધવ એ બધાને છાંને માત્ર કલેશ પામીને આ શરીરમાંથી ચેકસ જવું છે. કિપાક વૃક્ષનાં ફળનું પરિણામ સુખદાયક નથી, તેમ ભેગનું પરિણામ પણ સુખદાયક નથી. જેમ કે પુરૂષ મહાપ્રવાસને વિષે જતાં સાથે અન્નજળ ન લે અને સુધા–તૃષાથી દુઃખી થાય, તેમ ધર્મના
અનાચરણથી પુરૂષ પરભવ પ્રતિ પરવરતાં પુણય સંબલ, સુખ ન પામે, જન્મ-જરાદિકનાં દુઃખ
પામે. મહાપ્રવાસમાં પ્રયાણ કરતાં કોઈ પુરૂષ અન્નજળ સાથે લે અને સુધા–તૃષાથી પીડિત ન થાય, તેમ ધર્મને આચરનાર પુરૂષ પરભવને વિષે પરવરતાં સુખ પામે, અલ્પ કર્મવાળે હાય, અશાતા વેદની રહિત હોય. હે પવિત્ર માતાપિતા! જેમ કે ગૃહસ્થના ઘરમાં આગ લાગે છે ત્યારે તે ઘરધણી અમૂલ્ય વસ્ત્રાદિ લઈ જઈ વસ્તુ રહેવા દે છે, તેમ આ લેક બળા દેખી જીણી વસ્રરૂપ જરા-મરણને છાંને અમૂલ્ય આત્માને તમે આજ્ઞા આપે એટલે હું તારીશ.”