________________
શત સુધારસ.
" एगोहं नथ्यि मे कोइ, नाहमन्नस्स कस्सइ, ।
एगो मे सासओ अप्पा, नाणदंसण संजुओ ॥" હું એકલે છું; મારૂં કઈ નથી; હું બીજા કેઈને નથી; જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ હું શાશ્વત આત્મા છું.” આમ હે! ચેતન, સમતા આદરી, તું આ એકત્વ ભાવના ભાવ, અને આ એકત્વ ભાવના ભાવતાં જેમ નમિરાજર્ષિ પરમાનંદરૂપ સંપત્તિ પામ્યા, તેમ તું પણ એકત્વ ભાવી પરમાનંદ સંપદા પામ. ૫.
• નમિરાજર્ષિ. શરીરમાં વ્યાધિ પ્રત્યક્ષ થાય,
તે કઈ અન્ય લઈ ના શકાય; એ ભેગવે એક સ્વ આત્મ પોતે, એકત્વ એથી નય સુજ્ઞ ગોતે.”
–શ્રીમદ્ રાજચંદ્ર. મહાપુરૂષના આ ન્યાયને અચળ કરનાર શ્રી નમિરાજર્ષિ અને શકેંદ્રને વૈરાગ્યોપદેશક સંવાદ બહુ બેધદાયક છે. નમિરાજર્ષિ વિદેહ દેશમાં આવેલા મિથિલા નગરીના રાજેશ્વર હતા. સ્ત્રીપુત્રાદિકથી વિશેષ દુઃખને સમૂહ પામ્યા નહતા, છતાં એકત્વના સ્વરૂપને પિછાણવામાં રાજેશ્વરે જરાએ વિશ્વમ કર્યો નહોતે.
ચારિત્ર લીધા પછી નમિરાજષિ જ્યાં નિવૃત્તિમાં બિરાજ્યા છે, ત્યાં શકે પ્રથમ વિપ્રરૂપે આવી પરીક્ષા નિદાને પિતાનું વ્યાખ્યાન શરૂ કરે છે –
* શ્રી ભાવના બોધ ઉપરથી.