________________
૯૪
શાંત સુધારસ.
અર્થ–પર વસ્તુમાં અત્યંત તીવ્ર ઈચ્છા–મેહ રાખવા એ અજ્ઞાન દશાનું કારણ છે. વિષયના આવેશમાં તણાવાથી પરવસ્તુને વિષે મારાપણાની બુદ્ધિ થાય છે. અર્થાત્ વાસ્તવિક રીતે પૌગલાદિક પારકી વસ્તુઓમાં જીવ મમત્વ કરે છે. આમ પર વસ્તુમાં મમત્વ રાખનારા કેવળ અબુધ છે; બોધ રહિત,અજ્ઞાની છે. અજ્ઞાની જીવેજ પરભાવમાં આસક્ત થઈ સ્વ સ્વભાવપર આવરણ આણે છે. એ જ વિષયવિવશ થઈ પરવતુને “આ મારી, આ મારી” એમ કલ્પ છે. વસ્તુતઃ આત્મા
એકલે છે; જ્ઞાન-દર્શન–ચારિત્ર જ તેનાં આત્મા અસંગ પિતાનાં અદ્ધિ-પરિવાર છે. એને ગૃહ,
કુટુંબ, પરિગ્રહાદિક પરવરતુ સાથે કરશે સંબંધ નથી. એ એનાં નથી જ, છતાં એને પોતાના ગણી મમત્વ દાખવે છે અને વ્યાકુળ-દુઃખી થાય છે, એ ખરેખર ખેદવાર્તા છે. ૨.
कृतिनां दयितेति चिंतनं
परदारेषु यथा विपत्तये ॥ विविधार्तिभयावहं तथा
પરમાણુ મમત્વભાવનું છે રૂ.
અથ–પારકી સ્ત્રીઓ પ્રતિ આ મારી સ્ત્રી એમ ચિંતવન પુણ્યવાન છોને જેમ વિપત્તિનું કારણ થાય છે, તેમ સ્વસ્વભાવને કાંધ પરભાવમાં મમત્વ દાખવવું એ જાતજાતનાં દુખ અને ભય ઉપજાવે છે. ૩.