________________
શાંત સુધારસ, કે કોણ તે મૃગને એષધ દે છે કેણ તે મૃગને આનંદ, શાંતિ, અને સુખ પૂછે છે કે તે મૃગને આહાર-જળ આણી આપે છે? જેમ તે મૃગ ઉપદ્રવ મુક્ત થયા પછી વનગહને જ્યાં સરેવર હોય છે ત્યાં જાય છે, તૃણાદિકનું-પાણીનું સેવન કરે છે અને પાછું જેમ તે મૃગ વિચરે છે, તેમ હું વિચારીશ. એ અગરૂપચર્યા હું આચરીશ. એમ હું મૃગની પેઠે સંચમવંત હોઈશ. અનેક સ્થળે વિચરતે યતિ મૃગની પેઠે અપ્રતિબદ્ધ રહે. મૃગની પેઠે વિચરીને, મૃગચર્યા સેવીને, સાવદ્ય ટાળીને, ચતિ વિચરે. જેમ મૃગ તૃણ-જળાદિકની ગોચરી કરે, તેમ યતિ ગોચરી કરીને સંચમભાર નિર્વાહ કરે. દુરાહાર માટે ગૃહસ્થને હીલે નહિં; નિંદા કરે નહિં; એવો સંયમ હું આચરીશ.”
“એવં પુત્તા જહામુખ.”—હે પુત્ર, તને સુખ ઉપજે એમ કર. એમ માતા-પિતાએ અનુજ્ઞા આપી. અનુજ્ઞા મળ્યા પછી મમત્વ ભાવ છેદીને જેમ મહાનાગ કંચુકી છડી ચાલ્યા જાય છે, તેમ તે મૃગાપુત્ર સંસાર ત્યાગી સંયમધર્મમાં સાવ ધાન થયા. કંચન, કામિની, મિત્ર, પુત્ર, જ્ઞાતિ અને સગાંસંબંધીઓના ત્યાગી થયા. વસ્ત્રને ધૂણી જેમ રજ ખંખેરી નાંખીએ, તેમ તે સઘળા પ્રપંચ ત્યાગીને દીક્ષા લેવા માટે નીકળી
પડ્યા. પવિત્ર પંચમહાવ્રત ચુત થયા. સંયમસ્વરૂપ. પંચ સમિતિથી સુશોભિત થયા. ત્રિગુપ્તા
નુગુમ થયા. બાહ્યાભંતરે બાર પ્રકારના તપથી સંયુક્ત થયા. મમત્વ રહિત થયા. નિરહંકારી થયો. સિયાદિકના સંગ રહિત થયા. સર્વાત્મભૂતમાં એને સમાન ભાવ થયે. આહાર–પાન કાપ્ત થાઓ કે ન થાઓ, સુખ ઉપજે કે દુખ, છવિતવ્ય છે કે મરણ હે, કેઈ સ્તુતિ કરે કે કેઈ નિંદા