________________
સંસાર ભાવના.
૭૯
છે, તેવી જ રીતે સંસારરૂપ અગ્નિમાં તીવ્ર મેહરૂપ ઘી અને વિષયરૂપ ઈધન માતાં તે વૃદ્ધિ પામે છે. (૩) સસારાંધકાર–સંસારને ત્રીજી ઉપમા અંધકા
રની છાજે છે. અંધકારમાં જેમ સિંદરી સંસાર અંધકાર સર્પનું ભાન કરાવે છે, તેમ સંસાર
સત્યને અસત્યરૂપે બતાવે છે. અંધકારમાં જેમ પ્રાણીઓ આમતેમ ભટકી વિપત્તિ ભેગવે છે, તેમ સંસારમાં બેભાન થઈને અનંત આત્માઓ ચતુર્ગતિમાં આમતેમ ભટકે છે. અંધકારમાં જેમ કાચ અને હીરાનું જ્ઞાન થતું નથી, તેમ સંસારરૂપી અંધકારમાં વિવેક અવિવેકનું જ્ઞાન થતું નથી. જેમ અંધકારમાં પ્રાણીઓ છતી આંખે અંધ બની જાય છે, તેમ છતી શક્તિએ તેઓ સંસારમાં મોહાંધ બની જાય છે. અંધકારમાં જેમ ઘુવડ ઈત્યાદિને ઉપદ્રવ વધે છે, તેમ સંસારમાં લેભ, માયાદિકને ઉપદ્રવ વધે છે. એમ અનેક ભેદે જોતાં સંસાર તે અંધકારરૂપ જ જણાય છે. (૪) સંસાર શકટચક–સંસારને ચોથી ઉપમા
શકટ એટલે ગાડાંનાં પૈડાંની છાજે છે. સંસારચકે શકટ-ચક જેમ ફરતું રહે છે, તેમ સંસા
રમાં પ્રવેશ કરતાં તે ફરવારૂપે રહે છે. શકટચક્ર જેમ ધરી વિના ચાલી શકતું નથી, તેમ સંસાર મિથ્યાત્વ ધરી વિના ચાલી શકતું નથી. શકટચક્ર જેમ આરાવડે કરીને રહ્યું છે, તેમ સંસાર શકટ પ્રમાદાદિ આરાવડે કર્યો છે. એમ અનેક પ્રકારે શકટચક્રની ઉપમા પણ સંસારને લાગી શકે છે. સંસારને બીજી ઘણી ઉપમા આપી શકાય એમ છે. સંસાર વન, સંસાર દાવાનલ, સંસારગ,