________________
શાંત સુધારસ.
ઈત્યાદિ. પણ આ ચાર મુખ્ય ઉપમા છે. આમાં તત્વ લેવું ચોગ્ય છે.
(૧) સંસાર સમુદ્ર કેમ તરી શકાય ?
સાગર જેમ મજબુત નાવ અને માહીતગાર નાવિકથી તરીને પાર પમાય છે, તેમ સધર્મરૂપી નાવ, અને સદુગુરૂરૂપી નાવિકથી સંસારસાગર પાર પામી શકાય છે. સાગ૨માં જેમ ડાહ્યા પુરૂએ નિર્વિન રસ્તે શેાધી કાઢયે હેય છે, તેમ જિનેશ્વર ભગવાને તત્ત્વજ્ઞાનરૂપ નિવિન ઉત્તમ રાહ બતાવ્યું છે.
(૨) સંસારાગ્નિ કેમ ઠારી શકાય? અગ્નિ જેમ સર્વને ભક્ષ કરી જાય છે, પરંતુ પાણીથી બૂઝાઈ જાય છે, તેમ વૈરાગ્ય જળથી સંસારાગ્નિ બુઝવી શકાય છે.
(૩) સંસારાંધકાર કેમ ઓલવી શકાય ?
અંધકારમાં જેમ દીવ લઈ જતાં પ્રકાશ થતાં જોઈ શકાય છે, તેમ તત્ત્વજ્ઞાનરૂપી નિર્ભુજ દી સંસારરૂપી અંધકારમાં પ્રકાશ કરી સત્ય વસ્તુ બતાવે છે.
(૪) સંસારચક કેમ અટકે? શકટ ચક્ર જેમ બળદ વિના ચાલી શકતું નથી, તેમ સંસારચક રાગદ્વેષ વિના ચાલી શકતું નથી.
એમ એ સંસાર રોગનું નિવારણ ઉપમાવડે અનુપાનાદિ પ્રતીકાર સાથે કહ્યું. આત્માથએ પોતે એ નિરંતર મનન કરવા અને બીજાને બેધવા ગ્ય છે.