________________
૭૪
શાંત સુધારસ. जातु दुर्जयजराजर्जरो।
जातु पितृपतिकरायत्त रे ॥क० ४॥ અર્થ–જુદા જુદા ભવની વાત તે કોરે મૂક; પણ આ
એકજ ભવમાં તું કેવી જુદી જુદી અવએકમાં અનેક સ્થાઓ પામે છે, અને તે દરેકમાં કેવાં
દુઃખ છે, તે તું જરા વિચારી જે. (૧) બાલક અવસ્થામાં તું પરવશ રહે છે. ખાવાપીવા માટે, પહેરવા-ઓઢવા આદિ માટે તારે પારકાને આધીન રહેવું પડે છે.
(૨) યુવાવસ્થામાં તું મદમાં છાકી જાય છે, એ પણ તનેજ દુખ છે.
(૩) જોરાવસ્થા–આમાં પ્રતિક્ષણે તારી કાયા લડથડવા માંડે છે.
| (૪) મરણઅને છેવટે યમરાજાના હાથ તારા તરફ લંબાય છે. તે તને લઈ જાય છે અર્થાત્ તું મરણ પામે છે.
આમ એકજ ભવમાં જુદી જુદી માઠી અવસ્થાએ ભેગવવી પડે છે. તે હે વિનય ! આ દારુણ સંસાર છે. તે દારુણપણું વિચારી તેમાંથી છૂટવાને પ્રયત્ન આદર. ૪.
व्रजति तनयोऽपि ननु जनकतां । तनयतां व्रजति पुनरेष रे ॥ भावयन् विकृतिमिति भवगतेस्त्यजतमां नृभवशुभशेष रे ॥क० ५॥