________________
૪૨
શાંત સુધારસ. તારી મરણની છેલ્લી ઘી છે, તેમાં પ્રભુને મરી લે, પરમ પવિત્ર પંચપરમેષ્ઠિના ધ્યાનમાં લીન થા, બીજુ બધું ભાન ભૂલી જા, આથી તારી પરમ સદગતિ થશે.
બંધુ! અમે તારા ગમે તેવા પ્રિય મિત્ર, કુટુંબીઓ, બાંધવા જન છીએ છતાં અમે તેને બચાવી શકીએ એમ નથી. બંધુ ! જે તું આ મૃત્યુથી બચી શકે એમ હોય તે અમારાથી બનતું અમે તે કરીએ, ધન ખરચીએ, ડહાપણ ડેળિયે, પણ એ ધન કે ડહાપણ, કેઈની લાગવગ, સીફારસ, શી રજેરી આ કાળના વા જેવા રાજ્યદંડ આગળ ચાલતી નથી, એને કાયદે અપ્રતિહત છે, એટલે બંધુ! અમે લાચાર છીએ. બંધુ ! અમે પણ તારા જવાથી બહુ દુખી થશું, તારા વિરહથી અમને પણ લાગી આવે છે, પણ શું કરીએ? ઉપાય નથી. ખેદ કરે તે કેવળ મેહ છે, તે અમારે પણ કર્તવ્ય
નથી. આપણે સાંજે ઝાડ પર આવી પંખીમેળ બેઠેલાં પંખીના ટેળા સમાન છીએ.
આયુષ્ય ક્ષય થવા રૂપ પ્રાતઃકાળ થયે આપણે બધા પોતપોતાના માર્ગે ચાલી નીકળવાના એ સત્ય છે, માટે અરસ્પરસ વિરહગે આપણે લેશમાત્ર બેદ કર્તવ્ય નથી; આપણે જરાએ ખેદ કર્તવ્ય નથી. તુ બધુ ! તારા સ્વરૂપમાં લીન થા, પ્રભુને ભજ. હવે એ જ તારો આધાર છે.
પંખી આય ફીર ચિહું દિશકે, તરૂવર રેન બસેરા, સહુ અપનેં અપને મારગતું હેત રકી વેરા.
અવધૂ કયા તેરા કયા મેરા?”
–શ્રી ચિદાનંદજી.