________________
શાંત સુધારસ. ઉપજાવનારી એવી તે દારુણ વેદનાથી હું અત્યંત શેકમાં હતે. સંખ્યાબંધ વૈદ્યક શાઅનિપુણ વૈદ્યરાજો મારી તે વેદનાને નાશ કરવા માટે આવ્યા, અને તેમણે અનેક ઔષધોપચાર કર્યા, પણ તે વૃથા ગયા. એ મહાનિપુણ ગણાતા વૈદ્યરાજે મને તે દર્દથી મુક્ત કરી શક્યા નહિં, એજ હે રાજા! મારૂં અનાથપણું હતું. મારી આંખની વેદના ટાળવાને માટે મારા પિતાએ સર્વ ધન આપવા માંડ્યું, પણ તેથી કરીને મારી તે વેદના ટળી નહિં. હે રાજા! એજ મારું અનાથપણું હતું. મારી માતા પુત્રના શેકે કરીને અતિ દુખા થઈ, પણ તે પણ મને દરદથી મૂકાવી શકી નહિં, એજ હે રાજા! મારૂં અનાથપણું હતું. એક ઉદરથી જન્મેલા મારા ચેક અને કનિષ્ઠ ભાઈઓ પિતાથી બનતે પરિશ્રમ કરી ચૂકયા, પણ મારી તે વેદના ટળી નહિં. હે રાજા! એજ મારૂં અનાથપણું હતું. એક પેટથી જન્મેલી મારી જ્યેષ્ઠા અને કનિષા ભગિનીઓથી મારૂં તે દુઃખ ટળ્યું નહિં. હે મહારાજા ! એજ મારૂં અનાથપણું હતું. મારી સ્ત્રી જે પતિવ્રતા, મારા ઉપર અનુરક્ત અને પ્રેમવંતી હતી તે આંસુ ભરી મારું હૈયું પલાળતી હતી, તેણે અન્ન-પાણી આપ્યા છતાં અને નાના પ્રકારનાં અંઘેલણ, ચુવાદિક સુગંધી પદાર્થો, તેમજ અનેક પ્રકારના પુલચંદનાદિકના જાણીતા અજાણતા વિલેપન કર્યા છતાં, હું તે વિલેપનથી મારો રોગ શમાવી ન શકે. ક્ષણ પણ અળગી રહેતી નહાતી એવી તે સ્ત્રી પણ મારા રોગને ટાળી ન શકી, એજ હે મહારાજા ! મારૂં અનાથપણું હતું. એમ કેઈના પ્રેમથી, કેઈના ઔષધથી, કેઈના વિલાપથી, કે કોઈના પરિશ્રમથી એ રેગ ઉપક્ષપે નહિં. એ વેળા પુનઃ પુનઃ મેં અસહ્ય વેદના ભેગવી. પછી હું પ્રપંચી સંસારથી ખેદ પામે. એક વાર જે