________________
પદ
શાંત સુધારસ
જ આશ્રય કરે; અથવા જેને એ ચતુષ્ટયી વ્યક્ત થઈ છે એવા વીતરાગ પરમાત્માનું શરણુ લે, અથવા દાન-શીલતપ-ભાવરૂપ જેનાં ચાર અંગ છે, એવા પવિત્ર ધર્મને આશ્રય લે, પર વસ્તુ પરની મમતા અને આસક્તિ ત્યજી દે, અને તે વિનય! આ શાંત સુધારસનું પાન કરી શિવસુખ પ્રાપ્ત કર. આ શાંત સુધારસના પાનથી તને મેક્ષશ્રી મળશે. માટે વિનય ! આ જગત્ એસાર અશરણરૂપ જાણું –
ભજ સદા ભગવંત ચેતન,
સેવ ગુરૂ પદપદ્મ રે; “ રૂપ કહે કર ધર્મકરણી, પામે શાશ્વત સા...માયા જાલ રે.”
શ્રી રૂપવિજયજી, ૮ આ સંસારના અશરણપણ વિષે શ્રી ઉત્તરાધ્યયનમાં આપેલું શ્રી અનાથી મુનિનું ચરિત્ર બહુ બેધક હેવાથી, આ નીચે આપેલું છે, તે પરથી ચેતન ! તું તત્વ શોધ.
અનાથી મુનિ. અનેક પ્રકારની અદ્ધિવાળા મગધ દેશને શ્રેણિક રાજા અશ્વકીડા માટે મંડિકુક્ષ નામના વનમાં નીકળી પડયે. વનની વિચિત્રતા મને હારિણી હતી. નાના પ્રકારનાં વૃક્ષે ત્યાં આવી રહ્યા હતા. નાના પ્રકારની કેમળ વેલીઓ ઘટાપ થઈ રહી હતી. નાના પ્રકારના પંખીઓ આનંદથી તેનું સેવન
* મોક્ષમાળા.
+ શ્રેણિક રાજા પચીશ વરસ ઉપર હાલના પૂર્વ બંગાળાના એક મહાન જૈન ધર્મી રાજા હતા. શ્રી તીર્થકર ભગવાન મહાવીરસ્વામીના પરમ અનન્ય ભક્ત હતા.