________________
અશરણ ભાવના.
૩૫
જાય છે. વળી દેવતાઓ પણું જેઓ અહોનિશ મેજ કરી રહ્યા છે, જેઓ અત્યંત બળવાન છે, પિતાની દેવતાઈ શકિતથી ઇચ્છિત ભેગે પ્રાપ્ત કરી શકે એવા છે અને જેઓ સ્વર્ગના સુખમાં નિમગ્ન છે, તે દેવતાઓ પણ આયુષ્ય ક્ષીણ થયે કાળના ઝપાટામાં આવી જાય છે; કાળ તેઓને પણ મૂકતું નથી. કાળ આબે સતે તેઓનું નૂર હરાઈ જાય છે, વિર્ય દબાઈ જાય છે, ચિત્ત-પ્રફુલ્લિતતા નાશ પામે છે. તેઓ દીન મુખ કરી “ અરે ! કેઈ બચાવે ” એમ તરફ દષ્ટિ ફેંકે છે, ઝાવાં નાખે છે, પણ અરે ! એવા ચક્રવતી અને દેવેંદ્ર પ્રમુખને પણ કઈ મેતના પંજામાંથી બચાવી શકવા સમર્થ નથી. ચેતન ! આમ ચક્રવર્તી અને દેવતાથી માં આ જગતમાં સર્વ જીવ અશરણ છે. કાળ આગળ બધા લાચાર છે. તેઓનું ગમે તેટલું બળ, પરાક્રમ, અભિમાન, દ્વિ–એ કેઈનું જેર જરા પણ કાળ આગળ ચાલતું નથી.
“છ ખંડના અધિરાજ જે ચડે કરીને નિપજ્યા, “ બ્રહ્માંડમાં બળવાન થઈને ભૂપ ભારે ઉપજ્યા “એ ચતુર ચક્રી ચાલિયા હતા ન હોતા હેઈને,
જન જાણિયે મન માનિયે નવ કાળ મૂકેકાઈને, મણિમય મુગટ માથે ધરીને કર્ણ કુંડળ નાખતા, કાંચન કડાં કરમાં ધરી કશીએ કચાશ ન રાખતા પળમાં પડ્યા પૃથિવીપતિ એ ભાન ભૂતળ ખેઇને, “જન જાણિયે મન માનિયે નવકાળ મૂકે કેઇને.”
શ્રીમદ્ રાજચંદ્ર.