________________
અનિત્ય ભાવના
૩૩ અહે, ભવ્યા! ભીખારીનાં સ્વપ્ન જેવાં સંસારનાં
સુખ અનિત્ય છે. સ્વપ્નમાં જેમ તે સંસાર એક સ્વપ્ન ભીખારીએ સુખસમુદાય દીઠે અને આનંદ
મા તેમ પામર પ્રાણીઓ સંસાર સ્વપ્નનાં સુખ-સમુદાયમાં આનંદ માને છે. જેમાં તે સુખસમુદાય જાગૃતિમાં મિથ્યા જણાયા તેમ જ્ઞાન પ્રાપ્ત થતાં સંસારનાં સુખ તેવાં જણાય છે. સ્વપ્નના ભંગ ન ભેગવ્યા; છતાં જેમ ભીખારીને ખેદની પ્રાપ્તિ થઈ તેમ મેહાંધ પ્રાણુઓ સંસારનાં સુખ માની બેસે છે અને ભગવ્યા સમ ગણે છે; પરંતુ પરિણામે ખેદ દુર્ગતિ અને પશ્ચાત્તાપ લે છે. તે ચપળ અને વિનાશી છે, અને સ્વપ્નના ખેદ જેવું તેનું પરિણામ રહ્યું છે. ”
॥ इति श्रीशांतसुधारसगेयकाव्ये अनित्यभावनाविभावनो
नाम प्रथमः प्रकाशः ॥
ઇતિ શ્રી શાંતસુધારસ નામના ઢાળબદ્ધ કાવ્યમાં
અનિત્યભાવના નામને પ્રથમ પ્રકાશ સમાપ્ત