________________
અનિત્ય ભાવના.
૩૧
લાભ લેશે, તે મને હેટા આનંદ ઉત્સવનું કારણ થશે. મારે પ્રયાસ સફળ થશે. સંસાર તાપથી બળતા અને એ શાંતિનું કારણે થશે, એ મને માટે લાભ છે.
આ અનિત્ય ભાવના ઉપર નીચેની વાત બહુ વિચારવા જેવી છે.
ભિખારીને ખેદ એક પામર ભીખારી જંગલમાં ભટકતે હતો, ત્યાં તેને ભૂખ લાગી. એટલે તે બિચારે લડથી ખાતે ખાતે એક નગરમાં એક સામાન્ય મનુષ્યને ઘેર પહોંચે. ત્યાં જઈને તેણે અનેક પ્રકારની આજીજી કરી ત્યારે, તેના કાલાવાલાથી કરુણા પામીને તે ગૃહસ્થની સ્ત્રીએ તેને ઘરમાંથી જમતાં વધેલું મિષ્ટાન્ન આણું આપ્યું. ભોજન મળવાથી બિચારે ભિખારી બહુ આનંદ પામતે પામતો નગરની બહાર આવ્યું; આવીને એક ઝાડ તળે બેઠે; ત્યાં જરા સ્વચ્છ કરીને એક બાજુએ અતિ જૂને થયેલ પિતાને જળને ઘડે મૂકો, એક બાજુએ પિતાની ફાટીટુટી મલિન ગેદી મૂકી અને એક બાજુએ પિતે તે ભેજન લઈને બેઠે. રાજીરાજી થતાં એણે તે ભોજન ખાઈને પૂરું કર્યું. પછી એશિકે એક પથ્થર મુકીને તે સૂતે. ભજનના મદથી જરાવારમાં તેની આંખ મિંચાઈ ગઈ.
નિદ્રાવશ થયે, એટલે તેને એક સ્વપ્ન ભિખારીનું સ્વપ્ન આવ્યું. પિતે જાણે મેટી રાજદ્ધિ પામે
છે, સુંદર વસ્ત્રાભૂષણ ધારણ કર્યા છે; દેશ આખામાં પિતાના વિજયને ડકે વાગી ગયા છે. સમીપમાં તેની
* મોક્ષમાળા