________________
બીજી અશરણ ભાવના.
॥ शार्दूलविक्रीडितं वृत्तं ॥ ये षट्खंडमही महीनतरसा निर्जित्य बभ्राजिरे
ये च स्वर्गभुजो भुजोर्जितमदा मेदुर्मुदा मेदुराः ॥ तेऽपि क्रूरकृतान्तवक्त्ररदनैनिर्दल्यमाना हठा
दत्राणाः शरणाय हा दश दिशः प्रेक्षत दीनाननाः ॥१॥ અર્થ—અહો ! જે મોટા પરાક્રમવડે છ ખંડ પૃથ્વી
છતી તેના ધણી થઈ બેઠા છે એવા ચક્રમરણ આવ્ય ચકી વર્તી રાજાઓ, અને હર્ષે કરી પુષ્ટ થયેલા, ઈદ્રપણુ અનાથ અત્યંત બળવાન, સ્વર્ગસુખના ભોગવનારા
એવા દેવતાઓ પણ ક્રૂર કાળની તીણી દાઢાએવડે બળાત્કારે દળાઈ જતાં છતાં, તેને કેઈ બચાવી શકતું નથી. અહે! એવા ચક્રવતી અને દેવતાઓ પણ દીન વદને કરી દેશે દિશાએ શરણ માટે દષ્ટિ ફેકે છે, પણ એને કોઈ બચાવી શકતું નથી. કાળ આવે છવને કે તેના મુખમાંથી બચાવવા સમર્થ નથી. છ ખંડ પૃથ્વીના ધણી મહાન ચકવર્તીઓ પણ કાળની આગળ લાચાર છે. જે મહાન પરાકમવડે એઓ છે ખંડ પૃથ્વી જીતે છે તે મહાન પરાક્રમ પણ કાળ આગળ કાંઈ કરી શકતું નથી, કાળ આવ્યું તે તેઓ દીન-લાચાર થઈ