________________
અશરણ ભાવના.
૩૯
નવયુવાન માણુસ ગુજરી જાય છે, ત્યારે હાહાકાર વર્તે છે; પાણાસા-એંશી વરસના ડાસા પણ ખેદ કરે છે અને બિચારા મરી ગયેા એમ કહી શાક દેખાડે છે; પણ અરે ! હું પણ જવાના છું, હું કાંઈ અમરપટા નથી લખાવી લાગ્યેા, એ તા એને ભાન જ નથી આવતુ. તેમ ચેતન ! જીવના મરી ગયા પછી તેના બાંધવજના દ્રવ્ય વેંચવા—સાટવામાં રાકાય છે, તે જાણે એએ શાશ્વત રહેવાના છે ! અહા! ફીણના બાચકા એના વિભ્રમ ! વળી ચેતન ! એક અને જીવનાં આવાં બાખત વિચારતાં મહુ ખેદ થાય છે. જીવ મરવાની અણી ઉપર હાય છે ત્યારે મૃત્યુથી ડરતા સતા ચેાતરફ ખચવા ઝાવાં નાંખે છે. પાણીના પૂરમાં તણાતાં માણસ જેમ ઉછળતાં માજાનાં શ્રીણને આંચકા ભરે તેમ તેનાં ઝાવાં નકામાં છે. જે કુટુંબ આદિ સાથે તેને સ્નેહ છે, જે ધન-ઘર આદિ પ્રતિ તેને મમતા લાગી છે. અને જે ચિંતવેલા મનારથા અધુરા રહી જાય છે તે બધાંને છેડતાં તેનું હૃદય કપાઈ જાય છે; તેથી છુટું ન થવું પડે તેા સારૂં' એમ એ ઝાવાં નાંખે છેઃ પણુ ક્રૂર ચમરાજાની આગળ તેનુ કશું ચાલતુ' નથી. જેના પર સ્નેહ રાખ્યા છે, જેના પર મમત્વ દાખવ્યું છે, એવી વસ્તુઓ પરાણે—મળાત્કારે તેને છેડવી પડે છે. તે વખત તેની આંતરી કપાઈ જાય છે, પણ કાઈને તેની દયા આવતી નથી, કાઇ તેને બચાવતું નથી. તેના સ્વજના, કુટુંબીઓ તેને શાંતિ-દિલાસા આપવાને બદલે તેનાં દુઃખમાં ઉમેરા કરે છે.