________________
શાંત સુધારસ. ભવે મોક્ષ પામે, તેમ ન થાય તે ત્રીજે ભવે, અને તેમ ન થાય તે વધારેમાં વધારે પંદર ભવે તે એ જીવ મુકાય જ, કર્મથી સર્વથા મુકાઈમેક્ષ પામે જ, શાશ્વત સુખ પામે જ. આ વાત વિવેક વિચારે સાવ સત્ય લાગે છે, કેમકે સત્ય વસ્તુનું
જીવને ભાન થાય, એટલે અસત્ય વસ્તુ જાણે તે પામે ભણુની પ્રવૃત્તિ સહેજે અટકે. અસત્ય
વસ્તુની પ્રવૃતિને લઈને તે તેને ભમવું પડયું છે, એ અસત્ય વસ્તુની પ્રવૃતિ અટકે એટલે તેનું ભ્રમણ પણ અટકે, અને ભ્રમણ અટકે, જન્મ–જરા–મરણ અટકે તે પછી બીજું જોઈએ છે શું? જન્મ-જર-મરણ રહિત સ્થિતિ, અજરામર અવસ્થા, કદિ જ્યાંથી પડવાપણું ન થાય એવું સ્થાન તે જ મેક્ષ. આમ સત્ય વસ્તુનું જીવને ભાન થાય તે તેને તરતજ તેજ ભવે મેક્ષ થાય. પણ પૂર્વ કર્મનું દેવું તે ભેગવી પતા
વવાનું બાકી રહ્યું હોય તે તે ભેગવી કર્મ ભેગવવાં પતાવી દેવા માટે એકાદ બે ભવ કે ઉત્કૃષ્ટ કરજ પતાવવું પંદર ભવ થાય તે ભલે, પણ પછી તે જીવ
| સર્વથા મુકાય જ. એ સાચી સમજ ઉપજ્યા પછી, સ્થિર હષ્ટિ પામ્યા પછી જીવ ભવ ભલે કરે, પણ તે ભવ તેને મુક્તિ પ્રતિ જતાં નજ રેકે; તે ભવ બીજા ભાવિ ભવની પરિપાટી ન જ ઉપજાવે. સાચી સમજ ન થઈ હય, સમ્યમ્
દષ્ટિ ન થઇ હોય, ત્યાંસુધી થતા પ્રત્યેક ઉધી સમજ અને ભવ બીજા નવા ભવ કરવાનાં કારણ અનંત અનુબંધ થાય જ; અનંત અનુબંધ થયાજ કરે. પણ
સાચી સમજ આવ્યે એ અનંત અનુબંધ નાશ પામે, અને પૂર્વે ઉપાર્જેલાં કમ સમ્યફ પ્રકારે