________________
૧૪
શાંત સુધારણ. સુખ નહિં, આ તે દુ:ખ, સુખ તે બીજું કાંઈ લેવું જોઈએ, એ વિચાર સ્ફરી તે સત્ય સુખ માટે જેઓ દષ્ટિ ફેંકતા હશે, તેનેજ આ શાંતસુધારસ રૂચિકર થશે.
બીજા પામર છે, જેઓ હજી થાક્યા નહિં હોય, અને પૂર વેગમાં અસત્ વસ્તુ ભણી રહ્યા હશે, અને સુખ દુઃખનું જેને ભાન નહિં હોય, તેવા છે આ પ્રતિ અભાવની
નજરે જોશે. તેવા દયા ખાવા જેવા છે ભાવિકાળે થાક પણ જયારે થાકશે, ત્યારે આ શાંતિ રૂપી નારાઓને ભાવિ અમૃત વરસાવતા સદભાવનાવિભૂષિત વિસામો આજ. ગ્રંથને આશ્રય લેશે. તાત્પર્ય કે જે
હેલા હેડો આવી ભાવનાને આશ્રય લઈ વસ્તુસ્વરૂપ વિચારી નિર્ધારશે, સાચી સમજ પામશે, સમ્યમ્ દષ્ટિ થશે, ત્યારે તેઓને છુટકે છે, ત્યારે તેઓ દુઃખને અત્યંતભાવ પામશે. વધારે શું કહિએ? તરતના થાકેલા તરત ભાવનાઓનું ચિંતવન કરશે. ભાવિ કાળે થાકનારાઓ ભાવિકાળમાં એને વિચારશે. પણ એ બધાને આ ભાવનાને આશ્રય છે. સદ્દબુદ્ધિ આવ્યા વિના તત્વજિજ્ઞાસા નહિં થાય; આ ભાવના ભણું લક્ષ નહિં જાય; પણ જીવને ભવદુખનું ભાન થયે તેની બુદ્ધિ અવશ્ય ઠેકાણે આવશે. અને બુદ્ધિ ઠેકાણે આવતાં જિજ્ઞાસુ થઈ આવાં પવિત્ર શાંતિ આપનારાં શ્રીવીતરાગ પરમાત્માનાં વચનામૃતેને આશ્રય લેશે. તે વચને તેના ઉપર પહેલીવાર અસર નહિં કરે, તે બીજી વારના આશ્રયથી કરશે; બીજી વાર નહિ કરે, તે ત્રીજીવાર કરશે. આમ પુનઃ પુનઃ એ વચનેના આશયથી જીવ ઉપર અવશ્ય સાત્તિવક અસર થશે. દેરીયે છેદાય છે, પાકા કાળા હાણ.”
દિલપતરામ