________________
૨૪
શાંત સુધારસ. વૈભવ, જીવિત ચિંતવન હૃદયને વિષે કરી કેમ નકામો * વિનાશરૂપ. મોહ પામે છે? એ વૈભવ આદિનું ચિંતવન
કરવા જેવું નથી; એ મેહ છે. એ તારી પાસે શાશ્વત રહેવાના નથી, કેમકે આ તારૂં જે જીવિત છે તે ડાભના અગ્રભાગ પર રહેલા પાણીના બિંદુ જેવું અસાર છે. જેમ ડાભની અણી ઉપર રહેલું પાણીનું ટીપું વાયુના જરા હાલવાથી ગરી પડે છે, તેમ છે, મૂઢ
જીવ ! આ તારૂં જીવિત પણ સર્ણવિનાશી છે. એ પણ મૃત્યુ રૂપી વાયરાના ઝપાટામાં આવતાં પડશે. અને આ વૈભવાદિ જેની તું ચિંતા કર્યા કરે છે,-તે ધર્યા રહેશે. માટે એ મેહ છાંધ દે, પ્રમાદ ત્યજી દે. અને આ વખત છે, એટલામાં પુરૂષાર્થ કરી આત્મહિત કરી લે. ૧. पश्य भङ्गुरमिदं विषयसुखसौहृदं ।
पश्यतामेव नश्यति सहासं॥ एतदनुहरति संसाररूपं रया
-जलदजलबालिकारुचि विलास ॥ मू० ॥२॥ અર્થ-હે, સન્મિત્ર આત્મા! તું આ વિષય સુખ સાથે
મિત્રતા કરે છે, પણ તે ક્ષણભંગુર છે, એ વિષયરસ વિજળી-સુખ જોયું ન જોયું ત્યાં એકદમ નાશ પામે ને ઝબકારે. છે, માટે તારે એની પ્રીતિ કર્તવ્ય નથી.
આ સંસારનું સ્વરૂપ વિજળીના ઝબકારા જેવું છે. જેમ વિજળીને ઝબકારો થયો અને તત્કાળ વેગે કરી પાછે સમેટાઈ જાય છે, તેમ આ સંસારના ભાવ ઉપજ્યા, જરા રહ્યા ન રહ્યા ત્યાં પાછા સમેટાઈ જાય છે, એવા