________________
શાંત સુધારસ.
આ અને ભાવે, જડભાવ તેમજ જડમિશ્રિત ચેતન ભાવ વિનાશી છે, અનિત્ય છે, ક્ષણભંગુર છે. જડભાવ કાળપરિપાક પામી રૂપાંતર પામે છે, પહેલે સમયે
હતા, તેવા બીજા સમયે થાય છે, એકજ યુગલનાં વિવ7. રૂપે રહેતા નથી; એના સ્વભાવ પ્રમાણે
સડે છે, નાશ પામે છે. ફરી બીજાં રૂપ
બ્રહે છે. જડમિશ્રિત ચેતન ભાવ,-અર્થાત્ સંસારી જીવે પણ જન્મ-મરણરૂપ નવાં નવાં રૂપ બતાવી રહ્યાં છે. કર્મવશ જીવ ફરી ફરી જન્મ-મરણરૂપ ભવ કરી અવનવા વેષ ભજવે છે. સૂર્ય સવારે ઉદય પામે છે; પ્રકાશે છે; સ્વતઃ સુંદર છે;
આખા જગતને આનંદ આપે છે, તે કાલનો સ્વભાવ પણ પુનઃ કાળપરપાક પામી સાંજે અસ્ત
પામે છે. સમુદ્રમાં ભરતી આવે છે જેનારની આંખેને ઉછળતાં મેજ આનંદ આપે છે, તે જ ભરતી કાળપરિપાક પામી ઓટ રૂપે શમી જાય છે.
સૂર્યવિકાસી કમળ સવારે ઉગી આખો દિવસ જગતના ચક્ષુને ઠારે છે; કાળ પરિપાક પામી તે સાંજે ચીમડાઈ જાય છે.
સાંજે સંધ્યા ખીલે છે; જગત્ જીવનાં લચનેને આહલાદ આપે છે, થોડા વખતમાં પરિપક્વ થઈ નાશ પામે છે.
પુષેિ ખીલે છે, સુગંધ આપે છે, તેઓનાં રંગ-રૂપ-વર્ણ આંખોને શીતળ કરે છે. પણ છેડે વખત ખીલી તેઓ પરિપકવ થઈ, વૃદ્ધ થઈ ચીમડાઈ જાય છે.