________________
૧૬
શાંત સુધારસ.
અર્થ–હે, પંડિત પુરુષ! તમે સમતા આદરે; અર્થાત્ આ-રૌદ્ર ધ્યાનરૂપ માઠાં પરિણામ છાંડ ઘે; વિષયલપતા ત્યજી દે; એટલે વિવેક અને સુવિચાર જાગશે; સમતા આવશે. કેમકે આ-રૌદ્ર પરિણામરૂપ અગ્નિથી મનના વિવેક અને સદ્દવિચાર ભસ્મીભૂત થાય છે. અને જ્યાં વિવેક અને સવિચાર નાશ પામ્યા હોય અને વિષયલોલુપતા વર્તતી હય–ત્યાં સમતાને અંકુરો ક્યાંથી ઉગે ?
વીને જે તે વૃક્ષા બીજ બળી ગયું હોય, તે વૃક્ષ ક્યાંથી થાય? ન થાય.
તેમ વિવેક સદ્દવિચારરૂપ બીજ બળી ગયું વિવેક કેમ હોય તે સમતા રૂપી વૃક્ષ જ્યાંથી ઉગે? આવે? ન જ ઉગે. માટે તમે આ રૌદ્ર ધ્યાન
છે દે, વિષયમાં આસક્ત ન થાઓ, એટલે તમને સમતા આવશે. ક્વચિત ઈષ્ટ વસ્તુને વિયોગ થાય, કવચિત અનિષ્ટને સંગ થાય, તે તેથી તમે ખેદ ધરે નહિં, રેગ આવ્યે આકુળ વ્યાકુળ થાઓ નહિં, હવે શું થશે, એમ ચિંતવે નહિં, મારું ભવિષ્યમાં કેમ થશે? ગુજારે કેમ ચાલશે, એ આદિ ભવિષ્યને ખેદ કરે નહિં. એ આર્તધ્યાનના સંક્ષેપે પ્રકાર છે. તમે જેવું પૂર્વ ઉપામ્યું છે, તેવું સારું–માઠું તમારે ભાગ પડશે. તે તમે વ્યર્થ છેદ કરે નહિં. એથી બુદ્ધિ મલિન થાય છે. આમ આર્તધ્યાન છાંડે; તથા હિંસા, અસત્ય, ચેરી, અબ્રહ્મ, પરિગ્રહવૃદ્ધિ-એ વગેરેને બીજાને ઉપદેશ ન આપે, બીજા એ પાપ આચરતા દેખી રાજી ન થાઓ. મહારંભના ઉપદેશ–અનુમોદનથી વિરમે.