________________
, ૧૨
શાંત સુધારસ. શુદ્ધ થાય છે, અથવા જાતજાતની ધાતુઓ, જેમકે પારે, ત્રાંબુ, કલઈ, જસત આદિ અથવા સેમલ વછનાગ આદિને શોધવા, શુદ્ધ કરવા ક્ષાર–ખટાશ આદિના ફરી ફરી પુટ આપતાં, તે જેમ શુદ્ધ થાય છે, તેમ આ જીવને પણ જુદી જુદી રીતે વસ્તુ વિચારતાં જ્ઞાનનિર્મળતા થાય છે -વસ્તુસ્થિતિ યથાર્થ સમજાય છે.
જ્ઞાનિઓ વસ્તુસ્વરૂપને જુદે જુદે રૂપે ભાવે છે; વિચારે છે –
(૧) ઈતિહાસ પ્રમાણ વડે, વિચારનાં પ્રમાણ (૨) આગમ પ્રમાણ વડે,
(૩) સદ્દગુરૂ દ્વારા, (૪) બીજા સત્સમાગમ, (૫) પ્રત્યક્ષ સ્વાનુભવ વડે–પિતાની શક્તિ અનુસાર, પિતાને
ક્ષપશમ પહોંચે ત્યાં સુધી, (૬) પરેલ, શ્રી જીનેશ્વરનાં વચન વડે, (૭) ઉપમા વડે, (૮) અનુમાન વડે, (૯) દાખલા, દલીલ, દષ્ટાંત સિદ્ધાંતથી,
આમ અનેક પ્રકારે તરવને ફરી ફરી વિચારવું એને જ્ઞાનીઓ ભાવના કહે છે. એવી ભાવના વિના આગળ • જણાવ્યું તેમ પૂર્વના લાંબા વિભાવિક પરિચયને લઈ વિદ્વાન પુરુષના ચિત્તમાં પણ તત્વજ્ઞાન કુરતું નથી, કરતું નથી; તે સામાન્ય જીવેનું તે શું કહેવું ? માટે બધાએ સદ્દભાવના વડે પિતાનાં ચિત્ત વાસિત કરવાં, એ તાત્પર્ય છે, એ બધ છે.