________________
૨
શાંત સુધારસ.
પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્ર આત્મિકશાન ”
શ્રીમદ્ રાજચંદ્ર. આમ પાત્રભેદને લઈ જ્ઞાનીઓએ શ્રતસિદ્ધાંતના અધિકારને વિધિનિષેધ કર્યો છે, પણ આ રહસ્ય વાર્તા ભૂલી જવાયાથી પણ હાલ તત્વજ્ઞાનની ન્યૂનતા જોવામાં આવે છે. તેમ છતાં તત્વજ્ઞાનની એ ઓછાશ ટાળવા, તેની વૃદ્ધિ થવા, જીવને તત્ત્વજ્ઞાન અર્થે પાત્રતા પામવા આ પવિત્ર ભાવનાઓ અમેઘ
સાધનભૂત છે. આ ભાવનાઓના અનુપ્રેક્ષસદ્દભાવનાઓ ણથી, ફરી-ફરી ચિંતવનથી ગમે તે જીવ પાત્રતાનું કુણે થઈ, ઠરી, સન્મુખવૃત્તિવાળે થઈ, કારણ તત્વજ્ઞાનને અધિકારી થાય છે, તે પામે છે
અને તેનું પરમ કલ્યાણ થાય છે. રાજરાજેશ્વર ભરત મહારાજા આ ભાવનાઓથી જ અરસા ભવનમાં કેવલજ્ઞાન પામ્યા, આત્મ-આદમાં પોતાનું સ્વરૂપ જોઈ જાણી શક્યા ચાર ભેટી હત્યા કરનાર ઉગ્રપાપી દઢપ્રહારી જેવો જીવ આ ભાવનાઓવડે આત્મકલ્યાણ પામ્યા. ઉગ્ર સ્વરૂપવાળા મુનિને પણ નિભ્રંછનારા ચિલાતીપુત્ર જેવાને પણ આ અનુપ્રેક્ષાએ કેવલ્યપદ આપ્યું. આવી આ ભાવનાઓ કલ્પવૃક્ષ સમાન છે. માત્ર જીવે એ ફરી-ફરી શાંતિપૂર્વક વિચારવી જોઈએ છે. ' જગત ખેદમય છે, અનિત્ય છે, અનંત દુઃખમય છે. તેમાંથી છૂટવા હે ભવ્ય ! પરમ પુરુષાર્થ કરે, સન્માર્ગે વળેએવું વાસ્તવિક સ્વરૂપ જે ભાવનામાં પ્રદર્શિત કર્યું છે તે આ
ભાવનાઓને હાલને કેળવાયેલો વર્ગ