________________
xx xજૈન ધર્મના સાચા ઉપાસક સાધુચરિત મનસુખભાઈ ખરા સાધુ હતા. ગૃહમાં રહેવા છતાં તેમને ત્યાગ વૈરાગ્ય અનુપમ હતો.
કહાન ચ, ગાંધી
તેમના મરણથી ગુજરાતે જૈન સાહિત્યને એક અથાક અભ્યાસી ગુમાવે છે. ૪ ૪ ૪ મહેમે આજીવન સાહિત્યની ઉપાસના કરી છે. અનેક જૈન સંથેના સંશોધન કર્યા છે. તેમના સ્વભાવમાં આડંબર ને ધમાલપ્રિયતાનાં તત્તે હેતાં, તેથી સામાન્ય લોકોને તેમની પ્રખર વિદ્વત્તાને અને અનેકવિધ બહુશ્રુતતાને અલ્પ પરિચય છે.
“સૈારાષ્ટ”
જૈન સાહિત્ય, ઈતિહાસ અને અધ્યાત્મ સંબંધી વિચારણા એ તેમના જીવનનું એક મુખ્ય વ્રત હતું. * * તેઓ સ્વભાવે શાંત, નિરભિમાની અને તત્વજિજ્ઞાસુ હતા. તેટલા જ તેમના નિબંધે પણ યુક્તિયુક્ત, ગવેષણાપૂર્ણ અને નિરાડંબર હતા. કેટલાક નિબંધે તે આજે પણ પિતાની નવીનતા જાળવી રહ્યા છે. x x શાસ્ત્ર અને સાહિત્ય પ્રત્યે સંપૂર્ણ વફાદાર રહેવા છતાં જ્ઞાનીની શુષ્કતા કે કિયાવાદીની જડતાથી તેઓ અલિપ્ત હતા. શ્રદ્ધા અને જ્ઞાનભક્તિને આ સુંદર સંજોગ જૈન વિદ્વાનમાં વિરલ જ ગણાય.