________________
શાંત સુધારસ.
જાય છે, અને આ સંસારવનને ગહન, જેમાં નાખી નજર ન પહોંચે, એવું કરી મુકે છે. આમ એ વન ગહન તે છે, તેમાં વળી મેહરૂપી અંધકારથી તે તદ્દન ગહન થયું છે. એવા આ અંધકારવ્યાપ્ત ગહન સંસાર–અરણ્યમાં ભટકતા અને સ્થિર કરવા, પરિભ્રમણમાંથી અટકાવવા, ચતુર્ગતિમાંથી છેડવવા, જેને તેઓનાં આ ભવભટકણરૂપ દુઃખ જોઈ દયા ઉપજી છે એવા પુણ્યાત્મા તીર્થંકર ભગવાને જે આનંદકારી સુધારસભરી વાણી પ્રકાશી છે, જે આનંદકારી વચનામૃતની રચના કરી છે તે પવિત્ર વચનામૃતે હે ભવ્ય ! તમારું રક્ષણ કરો.
છે મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય અને યોગ આ પાંચ આશ્રવવડે કર્મ બાંધી રહ્યા છે. મેહને લઈ તેઓને વસ્તુનું સ્વરૂપ સમજાતું નથી અને તેથી પિતાનું નહિં તેને પિતાનું ગણી તે માટે દુઃખી થાય છે, પિતાની સત્ય વરતુથી વિમુખ રહે છે, આવા અવિવેકથી જે પોતાની નથી, જે પોતાની બહાર છે, પિતાથી અલગ છે, પર છે, તેને પિતાની ગણી તેને લેવા તરફ એ ભટકયા કરે છે, ચઉગતિમાં રઝળ્યા કરે
_ છે, જન્મમરણ કર્યા કરે છે; પણ જેને તે જીવન વિભ્રમ પિતાની વસ્તુ ગણે છે એવી એ પર વસ્તુ
કેમે કરી પ્રાપ્ત થતી નથી. અને એ પ્રાપ્ત થાય પણ ક્યાંથી? પારકી વસ્તુ માટે ગમે તેટલાં પ્રયત્ન તે લેવા, તે પિતાની કરવા કરીએ, પણ તે નિષ્ફળ જ જાય છે. પારકી એ પારકી જ, એ પિતાની કેમ થાય? પિતાનું તે પિતામાં જ છે; એ કંઈ બહાર નથી. એટલે બહાર રઝળે, ભટકયે એ કદિ પ્રાપ્ત થતું નથી. આ બહાર રઝળવું કેવળ અજ્ઞાન–મેહ-અવિવેકને લઈ થાય છે. એના પરિણામે ઈચ્છિત