________________
મુખમુદ્રા.
૨૫
આચાર્યો આ વરાગ્યમય ભાવના ગાઈ ગયા છે; વર્ણવી ગયા છે; તેનો ફરી ફરી ઉપદેશ કરી ગયા છે. એ ભાવનાઓ બાહ્ય પ્રવૃત્તિમાં તણાતા જી જે એક વાર શાંતિથી વાંચે, તે તતકાળ તે તેમને સ્તબ્ધ કરી દિયે એમ છે. મુમુક્ષુઓએ એ ભાવનાઓ ફરી ફરી વિચારવા જેવી છે. શ્રી સૂત્રકૃતાંગસૂત્ર, સમ્મતિતર્ક, દ્રવ્યાનુગતકણું,
આદિ પવિત્ર શાસ્ત્રો જે દ્રવ્યાનુયેગને સિદ્ધાંત જ્ઞાન સીધી રીતે (directly) બોધ આપે છે, તે
અને આ ભાવ- બેધને માટે જીવને આ ભાવનાએ લાયક નાઓને બંધ કરે છે. અથવા બીજી રીતે કહીએ, તે જ્યારે
પૂર્વોક્ત પવિત્ર શાસ્ત્રો દ્રવ્ય સ્વરૂપ, વસ્તુસ્થિતિ સીધી રીતે સમજાવે છે, ભાવવાચકરૂપે (abstract exhortation ) નિરૂપણ કરે છે ત્યારે આ ભાવનાઓ દ્રવ્ય સ્વરૂપને, વસ્તુસ્થિતિને આડકતરી રીતે (indirectly) જીવને બંધ કરે છે, વસ્તુસ્થિતિનું દષ્ટાંતરૂપે (concrete exhortation) જીવ ઉપર ઉતારીને નિરૂપણ કરે છે, જે જીવને શીધ્ર ચૂંટી જાય છે, સમજાય છે, અને તેને વિશેષ સમજવાને પૂર્વોક્ત શાસ્ત્રને અધિકારી કરે છે, તે તે શાસ્ત્રો માટે પાત્ર કરે છે. ભાવનાઓવડે જીવ વૈરાગ્યવાસિત થાય છે, તેનામાં વિવેક જાગે છે, તે કુણે થાય છે, સ્થિર થાય છે; વિષયથી પરાભુખ થાય છે; ઈચ્છાધ કરે છે; ઉપએગ જાગ્રત રાખી આશ્રવનાં કારણે રેધવા ભણી પ્રવર્તે છે; સંવર આદરે છે અને બાહા-અભ્યતર ભેદે યથાશક્તિ તપશ્ચર્યા આચરે છે. આથી તેને પવિત્ર શ્રુત-સિદ્ધાંતને બોધ પરિણમે છે. તે શ્રુત-સિદ્ધાંતને અધિકારી થાય છે. પૂર્વોક્ત ગુણે વિના શ્રતસિદ્ધાંતને બેધ તેને ઉલટ ચંચળ કરે છે.