________________
મંત્રદિવાકર પછી તે નિત્ય-નિયમિત મંત્રો પાસના કરવા માંડી.. તેમાં અમારું ચિત્ત બરાબર ચેટયું અને તેને પ્રભાવ. માત્ર અમારા વ્યક્તિત્વ પર જ નહિ, પણ સમસ્ત જીવન વ્યવહાર પર પડવા લાગે. શાંતિ–તુષ્ટિ-પુષ્ટિને સાચે. મર્મ અમને આ વખતે સમજાય.
તે પછી વિચાર કરતાં એમ લાગ્યું કે મંત્ર જેવા. અતિ મહત્વના વિષય પર ગુજરાતી ભાષામાં જોઈએ. તેવું અને તેટલું સાહિત્ય નથી. વળી જે સાહિત્ય મંત્રચંત્રતંત્રને નામે બહાર પડ્યું છે, તેમાંના કેટલાક ભાગ. તે એ છે કે જે મંત્ર-યંત્ર-તંત્ર પરની શ્રદ્ધા વધારવાને અદલે ઉલટી ઘટાડે. પરિણામે મંત્રવિષયક પ્રમાણભૂત સાહિત્યનું સર્જન-પ્રકાશન કરવાનો નિર્ણય કર્યો અને. શુભ દિવસે-શુભ મુહૂર્ત મંગલ પ્રસ્થાન આદર્યું.
તે વખતે કેટલાક ચેતવણીના સૂર સંભળાયા:“સાહસ થાય છે, ફસાઈ જશે, ઉતાવળ કરશે નહિ, જરા ગુજરાતની પ્રજાની અભિરુચિ તરફ તે નજર ના! તે ગરમાગરમ ભજિયા ખાનારી છે, પણ મીઠાઈને અડતી નથી. તાત્પર્ય કે તેને હળવા મોરંજનનું સાહિત્ય ગમે છે, પણ ધાર્મિક-આધ્યાત્મિક સાહિત્ય પ્રત્યે ખાસ અભિરુચિ નથી. તેમાં વળી મંત્ર જે ગૂઢ વિષય અને તે અમુક આદર્શ સાચવીને રજૂ કરવાને તેને સત્કાર તે કઈ રીતે કરશે?