________________
મ્મિદભાર ઉતાવળે હું શું કરી શકું? કારણ કે ગ્ય પતિપ્રાપ્ત એ દૈવાધી વસ્તુ છે.” - સખીએ પૂછયું કે-એવા કયા વરને તું ઈચ્છે છે કે જેથી કહે છે કે એ દેવાધીન છે.”
શ્રેણીપુત્રી બલી-“જુઓ ! સાંભળે ! સુકૃતને સાર શું? નરજન્મને સાર શું ? વિદ્યાપ્રાપ્તિનું ફળ શું અને સુખને સાર શું ? આ ચારે પ્રશ્નોને જે ગ્ય ઉત્તર આપી પરમાર્થ સમજાવશે તેને હું પરણીશ. હે સખીઓ! આ મારૂં વચન તમે સત્ય માનજે.” - તેમની આ પ્રમાણેની ખાનગી વાતે તેઓ મને ન જોઈ શકે તેમ વૃક્ષની આડે છુપાઈને મેં સાંભળી લીધી અને તે તમારી પાસે આવી હતી તેવી કહી છે.”
હવે મિત્રનાં એ પ્રમાણેના વચન સાંભળીને સુરે તે પ્રશ્નોને ઉત્તર એક લેકમાં કાગળ ઉપર લખ્યો અને તે કાગળ રમતમાંથી નિવૃત્ત થઈને ઘર તરફ જતાં તે બાળાની નજીક તરૂવરની ડાળે તેઓની નજર પડી શકે તેમ જેમ દેવમંદિર ઉપર ધ્વજા આરોપણ કરે એમ બચ્ચે. પછી મિત્ર સહિત તે પોતાને મકાને ગયે. - સુભદ્રા સખીઓ સાથે ખેલતી અનુક્રમે તે વૃક્ષ નજીક આવી. ત્યાં અલ્પ સમયે વિશ્રાંતિ લઈને ઘરે જવાને સખીઓ સાથે સ્થાને થતી હતી, એટલામાં તે પત્ર ઉપર તેની દષ્ટિપડી. એટલે કુતુહળથી સખીઓ પાસે એ કાગળ મંગાવી તે વાંચવા લાગી.
सुरूतस्य कृपासारं, सत्कर्म नरजन्मनः विद्यायास्तत्त्वधीः सारं, संतोषः शर्मणां पुनः ॥ १ ॥
ભાવાર્થસુકૃતનું સાર કૃપા, મનુષ્ય જન્મને સાર સત્કર્મ, વિદ્યાને સાર તત્વાવબોધ અને સુખશાંતિને સાર સંતોષ સમજે.
પિતાના હદયના મર્મને તત્કાળ ખુલાસો થયેલે જોઈ બાળા : સુભદ્રા આશ્ચર્ય પામી. અહો ! કઈ પિશુને મારા હદયને અભિપ્રાય જાણી લીધે લાગે છે અથવા તે કેઈએ યુકિત પ્રયુકિતવડે. મારા હૃદયને મર્મ જાણીને મારા પ્રશ્નને ખુલાસે કર્યો જણાય છે. આ પ્રમાણે વિચારતી બાળા મનમાં ખુશી થઈ તેણીનાં નેત્રકમળ,