________________
સુરેન્દ્ર અને સુભદ્રા.
૧૧ કમળની નાળિકા સમાં તેના હસ્ત, ચંદ્ર સમું વદન કમળ, રક્ત અધર પલ્લવ, સુંદર ઘાટીલા કર્ણ, અલંકાર વિભૂષિત ભૂજલતા અને મલયાચળના પવનની સુગંધ સમો જેણુને શ્વાસોશ્વાસ છે એવી જાણે સાક્ષાત્ વસંતશ્રી જ બાળાનું રૂપ ધરીને કામદેવને સહાય કરવાને આવા હોય એવી એ બાળાનું આ સંગીત છે.”
બીજી કાંઇ નવીન વાતચિત તેમનાથી તે સાંભળી કે ?” . સુરેદ્દે પૂછયું.
તેણે કહ્યું. “હું ત્યાં ગમે ત્યારપછી સખીઓ સાથે તે વિનેદમાં પડી. સખીઓએ તેણીને કહ્યું- હે વરાક્ષિ ! સત્ય કહે, અહીં કેઈ નથી. શા માટે તું કઈ વરને વરતી નથી ? સ્ત્રીઓનાં કુળ, કળા, રૂપ, લીલા ઈત્યાદિ વિશાળ ગુણે પતિ વગર વ્યર્થ છે. જેમ પુરૂષના સર્વે ગુણે લક્ષમી વગર વ્યર્થ છે. એગ્ય ઉમર થવા છતાં અવિવાહિત રહેવાથી લોકમાં અપવાદ બોલાય છે તે વાત છે સખી ! શું તું ભૂલી જાય છે? જેમલતા વૃક્ષ સાથે વીંટાઈને વૃદ્ધિ પામે છે; વિદ્યુત્ અંબુદનો આશ્રય લઇને ચમકારા કરે છે, તેવી જ રીતે સ્ત્રીઓ સ્વામીને વરીને ગૈરવ પામે છે. યદિ તું ભેગથી વિરક્ત હો તે વ્રત કેમ લેતી નથી? ઘરમાં રહેવું અને કુંવારા રહેવું એ તો સ્ત્રીધર્મથી વિરૂદ્ધ છે.” *
સખીનાં આવાં વચન સાંભળીને મનુષ્યની પ્રતિમા ધારણ કરીને જાણે ખુદ ભારતી બેલતી હોય તેમ ઇભ્યનંદિની બેલી“સખીઓ ! તમે કહ્યું તે સર્વે વાસ્તવિક છે. કિંતુ હું સ્વામી તો કઈ એજ કરીશ કે જે પ્રેમ અને શાંતિનું એક મંદિર હોય. આ જગતમાં તે પ્રાય: અજ્ઞાની જનેજ ભરેલા છે. સ્ત્રીએ કદાચિત્ એક પુરૂષ સાથે લગ્ન કર્યું, અને તે દુર્ગુણ નિકળે તે કારાગારમાં પડેલા પુરૂષની માફક તેણુને સુખ ક્યાંથી પ્રાપ્ત થાય? માટે ધીરજ રાખીને હું એગ્ય વર પ્રાપ્ત થતાં જરૂર પરણીશ. તેમ છતાં લેકે અપવાદ લે તે શીલસંપન્ન જનેએ શામાટે ડરવું? બાકી તે મારા જેવી ચપળ ચિત્તવાળી બાળાને હાલમાં વ્રત તે કયાંથી હોય? હું જાણું છું કે માતાપિતાના હૃદયમાં શલ્ય જેવી લાગું છું, પણ