________________
સુરેન્દ્ર અને સુભદ્રા. નૃપપુત્રને સમજાવી–શાંત કરી મણિથી પવિત્ર કરેલું જળ તેને અર્પણ કર્યું-પાયું. જેથી તેના હદયમાં કાંઈક પ્રકાશ થયે.
મણિમંત્રાદિના પ્રભાવને ચિંતવતો અને સ્નેહના સદ્ભાવવાળા સુરેંદ્રને આલિંગન કરતા રાજપુત્ર બે -“મિત્ર! જેવી રીતે માતા પિતા ન કરી શકે તેવી રીતે તેં મને સત્કાર્યો. આવું અપૂર્વ કાર્ય તેં કર્યું. તું મારે ભાઇથી પણ અધિક છે; કેમકે પંડિતાને પણ દુ:ખે બંધ કરવા ગ્ય, અને પશુથકી પણ નપાવટ, સ્ત્રીઓને પણ હાસ્યનું સ્થાનક એવા મને તેં આજે બેધવાન કર્યો. તારા આવા અણમોલ ઉપકારને હું અનૃણ કયારે થઈશ ? મારી ચપળ એવી બાળ બ્રહ્માએ તેનું વર્ણન શું કરું? પરંતુ સખે ! જે સમયે રાજ્યની ધુરાને હું ધારણ કરીશ, ત્યારે તને નગરશેઠની પદવીથી વિભૂષિત કરી રાજ્યમાં તારૂં સન્માન વધારીશ.” રાજકુંવરે આ પ્રમાણે ઉપકાર માન્ય અને ત્યારથી ઉભયની પ્રીતિ દઢ થઈ અભ્યાસ પણ તેઓ બંને સાથે કરવા લાગ્યા અને સુરેંદ્ર રાજકુંવરને શિખવવામાં બનતી કોશિષ કરવા લાગ્યો. - અનુક્રમે કેટલાક સમય વિત્યા બાદ ભણી ગણીને જેમ સમુદ્રમાંથી સાંયાત્રિકો રત્ન મેળવે તેમ ગુરૂ પાસેથી અનેક પ્રકારની વિદ્યા પ્રાપ્ત કરીને સર્વ વિદ્યાથીઓ પોતપોતાને ઘેર ગયા. સુભદ્રા પણ શાસ્ત્રરૂપ સમુદ્રને પાર પામીને સકળ શાસ્ત્રની જ્ઞાતા થઈ.
ૌવન પ્રાપ્ત થતાં કન્યાના પિતાને તેને યોગ્ય વર ખાળવાની ઘણી ચિંતા રહે છે. તે નિયમને અનુસરીને સાગર શેઠને પોતાનો ચતુર અને વિદુષી પુત્રી માટે યોગ્ય વરની ચિંતા થવા લાગી.
આ બાળાને વર કેણુ ભાગ્યવાન થશે ?' એમ વિચાર કરતા પિતાને જોઈને સુભદ્રાએ કહ્યું-“પિતાજી! શા માટે આપ મારી ચિંતા કરે છે? વિધિએ મારે યોગ્ય વર પણ જગતમાં ઉત્પન્ન કર્યો હશે. તમે મારા પાણિગ્રહણની ચિંતાથી બરાબર ખાતા નથી, સુખે સુતા પણ નથી, પરંતુ તમને હું અધિક શું કહું? સમય આવતાં - હુંજ યોગ્ય વરને વરીશ.” સુભદ્રાએ પિતાની ચિંતાને નિવારી. તેમના હૃદયને શાંત કર્યું.