________________
ધમ્મિલ કુમાર હસી પડ્યા, અને વિશેષ કરીને સુભદ્રાનેતે અધિક હસવું આવ્યું. જેથી પ્લાન થયું છે વદનકમલ જેનું એ રાજપુત્ર વિલ થયેશરમાઈ ગયો. તેના મનમાં ઘણે પશ્ચાત્તાપ થયો. આટલે દીર્ઘ સમય તે ઉપાધ્યાય પાસે ભણ્યો પણ ખરી રીતે શાસ્ત્ર શીખી શકે નહીં અને સ્વાભાવિક બુદ્ધિને પણ ખીલવી શક્યો નહીં, તેથી તેને પરિશ્રમ વ્યર્થ ગયે હેય તેમ તેને લાગ્યું.
પ્રકરણ ૨
જુ.
સુરેંદ્ર અને સુભદ્રા. “પૂર્વ ભવે બાંધેલું દુષ્કર્મ કેવું અત્યારે મને ઉદય આવ્યું છે કે જેના વિપાકથી હું મૂખ રહ્યો છું અને આ સર્વને હાંસીપાત્ર થયે. વિદ્વાન એવા આ છાત્રોને ધન્ય છે કે જેઓ સેંકડે ગ્રંથના જ્ઞાતા, પંડિત અને વિદ્વાનોમાં શિરમણિ થયા છે. ખરે! દુષ્ટ વિધિ હૃદયમાં દુષ્ટ ભાવ ધારણ કરતા મારે છેષ કરે છે, જેથી આ સર્વે શિષ્યમાં હું મૂર્ખ શિરોમણિ રહ્યો. અરે! એ બ્રહ્મતનયા સરસ્વતી શામાટે મારી ઉપર પ્રસન્ન થતી નથી? તેણીએ જાતિના સરખાપણુએ કરીને આ બ્રાહ્મણશિષ્યને અને સ્ત્રીઓને પંડિતાઈ અર્પણ કરી અને મારી સાથે પંક્તિભેદ કર્યો. પંક્તિભેદ સહન કરે એ જગતમાં દુસ્સહ છે.” એ પ્રમાણે ચિંતાથી જેના વદનની કાંતિ ગ્લાનિ પામેલી છે એ નૃપસુત વિલ બની પિતાના પૂર્વત કર્મની નિંદા કરતો હતો, પશ્ચાત્તાપ કરતા હતા, તે વખતે તેની પાસે આવી મૃદુ શબ્દોએ કરીને સુરેંદ્ર બેલ્ય–“સખે ! ખેદ કેમ કરે છે? અફસને ત્યાગ કર. આ મણિવડે પવિત્ર કરેલું જળ પી જા, જેથી સ્વયંવરા એવી ભારતી તને વરશે–પ્રસન્ન થશે. તારી પિતાની અજ્ઞાન કર્મની નિંદાથી જેમ તીવ્રતાપથી હિમ પીગળી જાય તેમ તારૂં દઢ પણ દુષ્ટ કર્મ હું માનું છું કે હવે ગળી જશે-નાશ પામશે.” એ પ્રમાણે મૃદુ શબ્દો વડે કરીને સુરેન્દ્ર