________________
સુરેન્દ્રની બાલ્યાવસ્થા. આભરણ ધારણ કરી દેવાર્તા કરવામાં પ્રવૃત્ત થયે ને શિષ્યને સુવર્ણ સમાન સુંદર કમળના પુષ્પો પૂજાથે લાવવાને આજ્ઞા કરી. જેથી બજારમાંથી તાજાં ખીલેલાં કમળનાં પુ લાવી ગુરૂને શિષ્યએ અપર્ણ કર્યા. અને એવાં ઉત્તમ સુગંધમય કમળવડે દેવાર્શન કરતાં છતાં પાઠકે સુરેંદ્રનું ભદ્ર-કલ્યાણ ઈચ્છયું. એટલામાં નૃપસુત પોતાના મંદિરમાંથી પદ્મમાલા નામની દાસીને લઈને આવ્યો. ગુરૂએ શિષ્ય પાસે પદ્મમાળા મંગાવી એટલે તેઓ કમળ લાવ્યા. ત્યારે રાજપુત્ર પદ્મમાળા નામની દાસીને ગુરૂ પાસે તેડી લાવ્યા. “આ કોને લાવ્યો.” ઉપાધ્યાયે રાજપુત્રને પૂછયું.
રાજપુત્રે કહ્યું. “આપે પદ્મમાલા મંગાવી હતી ને? તે કનક વર્ણસમી આ પદ્મમાલાને આપની કને હું તેડી લાવ્યો છું.”
ગુરૂએ કહ્યું “નહિ, નહિ, મેં કંઈ એને તેડાવી નથી. જે આવાં કમળ મેં મંગાવ્યાં હતાં, તું મારું કહેવું સમજ્યો નથી.”
પ્રભુ ! પ્રાય: મંદ બુદ્ધિવાળા જનેની એવી જ સ્થિતિ હોય છે.” રાજપુત્ર પોતાની ભૂલ સમજો અને પશ્ચાત્તાપ કરવા લાગ્યા.
વિદેશ જનારને બિલાડીના શુકન થાય તેની માફકદાસીને જોઈને તે ગુરૂ મનમાં દુ:ખિત થયા, અને વિચાર કર્યો, “એક પણ શાસ્ત્રને આ જ્ઞાતા નથી તેમજ અકલે કરીને પણ આ રાજપુત્ર બુદ્ધિવગરને જણાય છે. ખુદ વિધિવશે કરીને સ્વભાવેજ મૂખ રહ્યો છે. તે હવે તેના પર ગમે તેટલો ઉદ્યમ કરવા છતાં પણ તેનું ફળ ? કે જે સમયને પણ જાણતા નથી. કયાં દેવપૂજાને અવસરને કયાં દાસીનું આગમન ? રાજકુંવરે ગાવાલની માફક એટલું પણ ન વિચાર્યું ? આવા મૂખને ભણાવતાં મને નાહક કંઠશેષજ થવા પૂરતું ફળ છે. સુરેંદ્રદત્તના શ્રેય માટે દેવપૂજન કરતાં મને દાસીનું દર્શન થયું. જેથી અનુમાન થાય છે કે એ પહેલાં કુબેરના સરખું લક્ષ્મીવડે કરીને સુખ ભેગવશે, પણ અંતે નીચ જાતિની વનિતાના દુઃખથી દુખી થશે.” દાસીના દર્શનથી પાઠકે એ પ્રમાણે મનમાં નિરધાર - કર્યો અને પુનઃ સ્નાન કરીને શુદ્ધ થયા--
રાજકુંવર પદ્મમાલા દાસીને લાવ્યું તે જોઈને સર્વે શિષ્ય