________________
સુરેન્દ્રની બાલ્યાવસ્થા,
રાજાએ પણ પિતાના પુત્રને સુરેંદ્રદત્તની સાથે તેજ ઉપાધ્યાયની પાસે અભ્યાસ કરવાને મૂક્યો. - તે નગરમાં ગુણના સારભુત એ સાગર નામે શેઠ રહેતો હતો. તેને સત્યભામાં સ્ત્રીથકી સરોવરમાં જેમ પદ્મની-કમલિની ઉત્પન્ન થાય તેમ સુભદ્રા નામે મૃગલેચની પુત્રી થઈ હતી. તે સુભદ્રા બાલ્યકાળમાં ચકરી જેમ કળાવાન ચંદ્રમાં અનુરાગિણું હોય છે તેમ કળાભ્યાસમાં પ્રીતિવાળી થવાથી સાગરશેઠે ભૂપતિના પુત્ર અને શ્રેષ્ઠી સુતની સાથે અભ્યાસ કરવાને મૂકી હતી. વિદ્યાભ્યાસમાં કેટલેક કાળ વ્યતિત થયે- રાજપુત્ર બાળીશ પ્રકૃતિના હોવાથી વિશેષ: અધ્યયન કરી શક્યા નહિ. મહામતિ સુરેદ્ર ઘણાં શાસ્ત્રોનું અવગાહન કરી નાખ્યું. ઉપાધ્યાય જે મુશીબતે જણાવતા તે લીલામાત્રમાં સુરેંદ્ર શીખી લેતો હતો. બાળક છતાં પણ યુવાનની માફક શાસ્ત્રમાર્ગમાં તેની દષ્ટિ આરપાર જતી હતી. પ્રાયઃ કરીને શ્રીમંતના પુત્રને વિદ્યાશાસ્ત્રનું અધ્યયન મહા મુશ્કેલીએ હોય છે, એ જગતને નિયમ છે. પણ સુરેંદ્ર એ નિયમના અપવાદરૂપ થઈને સકળ શાસ્ત્રનો પારગામી થયા. દેહની છાયાની માફક સુભદ્રા તેના જેટલું તે નહિ પણ થોડું ઘણું પણ શીખી ગઈ.
ઉપાધ્યાયની પાઠશાળામાં બીજા પણ સૌ વિદ્યાથીઓ અભ્યાસ કરતા હતા. એક દિવસે ઉપાધ્યાય સર્વે વિદ્યાથીઓની બુદ્ધિની પરીક્ષા કરવાને માટે ગંભીર ગિરાએ કરીને તેમને કહેવા લાગ્યા–
હે બાળકો ! સાંભળો, સર્વે શિષ્યની બુદ્ધિની-વિદ્યાની આજે પરીક્ષા થશે. કહો, જે રાજાના મસ્તકે બન્ને પગવડે તાડના કરે તેને શું દંડ કરે?”
ગુરૂને આ ગૂઢ પ્રશ્ન સાંભળી સર્વે શિષ્ય કહેવા લાગ્યા “એને મારવે, અથવા એને પગ છે કે એવી કોઈ ભારે શિક્ષા કરવી.” અલ્પબુદ્ધિ એવા સર્વે છાત્રે એમ બોલ્યા, પણ સુરેંદ્ર એકજ માનપણે રહ્યો. જવાબ આપવાને અશક્ત એવા બીજા પણ કેટલાક શિષ્યો માન રહ્યા.
ગુરૂએ તેને પૂછયુ “વત્સ! તું કેમ કંઈ બોલતા નથી, તારે પણ આજ જવાબ છે?”